માળીયા(મી)ના વિરવિદરકામાં યુવાનની હત્યાનો ભેદ ઉકેલવા માટે ગુમ થયેલા આદિવાસી પરિવારને શોધવા કવાયત
મોરબીના ખીરઇ ગામ પાસે ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, બેને ઇજા
SHARE









મોરબીના ખીરઇ ગામ પાસે ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતાં એકનું મોત, બેને ઇજા
મોરબી જિલ્લામાં અકસ્માતના બનાવો જેટ ગતિએ વધી રહ્યા છે ત્યારે વધુ એક બનાવનો તેમાં ઉમેરો થયો છે. જાણવા મળતી વિગતો મુજબ માળિયા મિંયાણાના ખીરઇ ગામના પાટિયા નજીક બાઇકમાં ખેતર બાજુથી ત્રિપલ સવારીમાં રોડ ઉપર ચઢી રહેલાં ત્રણ યુવાનોના બાઇકને અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા સર્જાયેલા અકસ્માતના બનાવમાં એક યુવાનનું મોત નીપજ્યું છે. જ્યારે બે ને ઈજાઓ થતાં સારવારમાં ખસેડાયા હોવાનું અને અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ માળીયા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રો તેમજ માળીયા મીંયાણા પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના પાટિયા પાસે ગતરાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં ખેતરમાંથી ત્રિપલ સવારીમાં બાઈકમાં ખેતમજુર એવા ત્રણ આદિવાસી યુવાનો બાઈકમાં બેસીને રોડ ઉપર ચડવા જતા હતા તે દરમિયાન ત્યાંથી નીકળેલા અજાણ્યા ટ્રકના ચાલકે તેઓના ત્રિપલ સવારી બાઇકને હડફેટે લીધું હતું જે ગોઝારા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના અને હાલ મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામે રહીને ખેતમજૂરીનું કામ કરતાં કાંતિલાલ કિમસાભાઈ વસાવે (ઉમર૨૨) નામના આદિવાસી યુવાનનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું જેથી તેના ડેડબોડીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ અર્થે લાવવામાં આવ્યો હતો અને આ બનાવમાં સવજીભાઈ ઉર્ફે શિવરાજ તેરસિંગ વસાવા અને અન્ય એક યુવાનને ઈજાઓ પહોંચી હતી જેથી બંને સારવાર માટે મોરબી ખસેડાયા હતા.હાલ બનાવ સંદર્ભે બે ઈજાગ્રસ્તો પૈકીના સવજીભાઈ તેરસીંગભાઈ વસાવાએ અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ માળીયા મીંયાણા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હાલમાં માળીયા પોલીસ મથકના ગીરીશભાઈ મારૂણીયાએ અકસ્માત સર્જીને ભાગી છૂટેલા અજાણ્યા ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.
અકસ્માત બનાવમાં ગુનો નોંધાયો
મોરબી તાલુકાના જસમતગઢ ગામના પાટિયા પાસે રોંગ સાઈડમાં બાઈક ચલાવીને બાઈક કાર સાથે અથડાતા બાળકીનું મોત નીપજયું હતું તે બનાવ સંદર્ભે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું જાણવા મળેલ છે. મોરબી તાલુકા પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સાપર ગામના ભગવાનજીભાઈ લાભુભાઈ અઘારા નામના ૩૬ વર્ષીય યુવાને કુલદીપ નીતિનભાઇ અઘારા રહે.સાપર તા.જી.મોરબી વિરૂદ્ધ મોરબી તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ગત તા.૩-૧૨ ના સાંજના સાતેક વાગ્યે કુલદીપ નિતીન અઘારા તેઓની દીકરીને બાઇકના પાછળના ભાગે બેસાડીને જતો હતો અને જસમતગઢ ગામના પાટિયા પાસે તેણે રોંગ સાઈડમાં બાઈક ચાલવાના લીધે બાઈક કારની સાથે અથડાયું હતું જેમાં બાઈકની પાછળના ભાગે બેઠેલ ફરિયાદીની દીકરીને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી તેણીનું મોત નિપજયુ હતુ. હાલ ભગવાનજીભાઈની ફરિયાદ ઉપરથી તાલુકા પોલીસે કુલદીપ નીતિન અઘારા વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
