ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે નિર્મળાબેન ચાવડા
SHARE









ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદે નિર્મળાબેન ચાવડા
ટંકારા ગ્રામ પંચાયતના ઉપસરપંચ પદ માટે ચૂંટણી યોજાઈ હતી.જેમાં બે ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને ઉપસરપંચ પદે અપક્ષ મહિલા ઉમેદવાર નિર્મળાબેન ચાવડાનો વિજય થયો છે
ટંકારા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધનભાઈ ખોખાણીની અધ્યક્ષ સ્થાને ઉપસરપંચ માટે ચૂંટણી યોજાઇ હતી જેમાં કુલ ૧૪ સભ્યોમાથી સાત મત રસિકભાઈ દુબરીયાને અને સરપંચ સહિત સાત સભ્યો એમ આઠ મત નિર્મળાબેન ચાવડાને મળ્યા હતા. જેથી સભ્ય તરીકે ચિઠ્ઠી નાખીને વિજેતા બનેલા અપક્ષ ઉમેદવાર નિર્મળાબેન ચાવડા ઉપસરપંચની ચૂંટણીમાં પણ વિજેતા બન્યા છે
