મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા પાંજરાપોળ માટે દાન એકત્રીત કરાયુ
SHARE









મોરબીના લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા પાંજરાપોળ માટે દાન એકત્રીત કરાયુ
લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટી તેમજ ચિત્રાહનુમાનજી ધૂન મંડળ દ્રારા મોરબી પાંજરાપોળ ગૌશાળાના લાભાર્થે મકરસક્રાંતિના પાવન પર્વે દાન એકત્ર કરવા શનાળા રોડ સોમનાથ માર્કેટ રત્નકલા સામે રાવટી પાંજરાપોળ તરફથી કરવામાં આવેલ.જેમાં રાહદારીઓ તેમજ લાયન્સ ક્લબના સભ્યો, ચિત્રા ધૂનમંડળના સભ્યો, આજુબાજુના રહીશો દ્વારા કુલ ૮૬ હજાર જેવી માતબર રકમનું ગૌદાન મળેલ છે.આવું દાન મેળવવા મોરબીના વિવિધ વિસ્તારોમાંથી પાંજરાપોળમા આશરો મેળવતી ૪૨૦૦ ગાયોના નિભાવ માટે પાંજરાપોળ દ્વારા ૪૨ રાવટીઓ ઊભી કરવામાં આવી હતી.દાન એકત્ર કરવા ચિત્રા હનુમાનજી ધૂન મંડળ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સર્વે સભ્યો હાજર રહેલ તેમ ક્લબના પ્રમુખ ટી.સી.ફુલતરીયાએ યાદીમાં જણાવેલ છે.તેમજ મોરબીના પાંચોટિયા પ્રદીપભાઈ હીરજીભાઈ દ્વારા પણ ઉત્તરાયણ નિમિત્તે ગૌશાળા ખાતે જઈને રૂપિયા સાત હજારનું ગૌદાન કરવામાં આવ્યું હતું. પ્રદીપભાઈએ તેમના પરિવારજનોની સાથે શહેરના લીલાપર રોડ ઉપર આવેલ યદુનંદન ગૌશાળા ખાતે જઈને ત્યાં ગૌવંશની સેવા કરતા ટ્રસ્ટમાં રૂપિયા સાત હજારનું ગૌદાન કર્યું હતું.
