સમાજ માટે લાલબતી: મોરબીમાં માતા-પિતા અલગ રહેતા હોય પિતાની યાદ આવતા સગીરાએ કર્યો આપઘાત
SHARE
સમાજ માટે લાલબતી: મોરબીમાં માતા-પિતા અલગ રહેતા હોય પિતાની યાદ આવતા સગીરાએ કર્યો આપઘાત
મોરબીના વાવડી ગામની પાસે આવેલ સુમતિનાથ સોસાયટીમાં રહેતી પંદર વર્ષીય સગીરાએ તેના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેણીનું મોત નીપજયું હતું.પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતકના માતા-પિતા અલગ રહેતા હોય અને પોતે માતા તથા મોટી બહેન સાથે રહેતી હતી અને પિતાની યાદ આવતાં તેણીએ અંતિમ પગલું ભરી લીધું હતું.
બનાવ અંગે મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, મોરબીના વાવડી રોડ ઉપર આવેલી સુમતિનાથ સોસાયટીમાં માતા અને મોટી બહેનની સાથે રહેતી માનસીબેન નિલેશભાઈ કાનાણી પટેલ નામની ૧૫ વર્ષીય સગીરાએ ગઈકાલ તા.૧૭-૧ ના સાંજના છએક વાગ્યા પહેલાના અરસામાં તેના ઘેર ગળેફાંસો ખાઇ લીધો હતો જેથી કરીને માનસીબેન નિલેશભાઈ કાનાણી નામની ૧૫ વર્ષીય પટેલ સગીરાનું મોત નીપજ્યું હતું અને મૃતકના ડેડબોડીને પીએમ માટે અહીંની સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યુ હતુ.જેને પગલે બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના એચ.એમ.ચાવડાએ તપાસ હાથ ધરી હતી.જેમાં તેઓએ જણાવ્યું હતુ કે મૃતક માનસીબેનના પિતા નિલેશભાઈ કાનાણી તેઓથી અલગ રહે છે અને નિલેશભાઇના અન્ય કોઇ મુસ્લિમ મહિલા સાથે લગ્ન થયેલા છે.હાલ મૃતક માનસીબેન તેની મોટી બહેન અને માતાની સાથે રહેતા હતા અને તેણીને પોતાના પિતાની સતત યાદ આવતી હોય છેલ્લા બે-ત્રણ દિવસથી ગુમસુમ રહેતી હતી અને અંતે માનસીબેને ઉપરોક્ત અંતિમ પગલું ભરી લેતા તેણીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે નોંધ કરીને પોલીસે આ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે.
બાળક સારવારમાં
ટંકારા તાલુકાના ખીજડીયા ગામે રહેતા અશ્વિનભાઈ લાધવા પોતાના ૬ વર્ષીય પુત્ર સ્મિતને બાઈક ઉપર બેસાડીને ખીજડીયા તરફથી પીઠડ ગામ તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થઇ જતાં સ્મિત અશ્વિનભાઈ નામના ૬ વર્ષીય બા અને ઇજાઓ થતાં તેને સારવાર માટે અહીં આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જ્યારે મોરબીના નવલખી બાયપાસ ઉપર રહેતાં વૃષભ ઈસ્માઈલભાઈ બાબુભાઈ નામના ૪૨ વર્ષીય યુવાનને પાવડીયારી નજીક ઈકબાલ નામના શખ્સે માર મારતાં રૂષભભાઈ અને સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવની જાણ થતાં હાલ તાલુકા પોલીસ મથકના મણીભાઈ સરવૈયાએ બનાવ અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે