મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાન અને તેના મિત્રનું અપહરણ કરી માર મારવાના ગુનામાં ૩ ની ધરપકડ, ૫ ની શોધખોળ


SHARE













મોરબીમાં યુવાન અને તેના મિત્રનું અપહરણ કરી માર મારવાના ગુનામાં ૩ ની ધરપકડ, ૫ ની શોધખોળ

મોરબીના નવલખી રોડ ઉપર લાયન્સનગરમાં રહેતા યુવાને ઇન્સ્ટાગ્રામમાં મૂકેલી સ્ટોરી બાબતે સારું નહીં લાગતાં વાવડી ચોકડી પાસે યુવાન અને તેના મિત્ર પાસે આવીને ત્યાં બંનેને માર મારીને તેના વાહનમાં નુકસાન કર્યું હતું અને ત્યાર બાદ યુવાન અને તેના મિત્રનું અપહરણ કરીને હુસેનભાઈના ડેલે લઈ જવાયા હતા ત્યાં અન્ય ચાર શખ્સો દ્વારા તે બંનેને માર મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાંખવાની ધમકી આપવામાં આવી હતી. જેથી કરીને ભોગ બનેલા યુવાને મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને પાંચ આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાયન્સનગરમાં રહેતા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા જાતે ક્ષત્રિય (ઉંમર ૧૮) પોતાના ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી હતી જે સ્ટોરી બાબતે હુમલો કરનાર આરોપીઓને સારું નહીં લાગતા સાગર નવઘણભાઈ ભરવાડ, રાજેશભાઈ હિતેશભાઈ રબારી, જીગર જીલુભાઈ ગોગરા અને ફૈઝલ સંધિએ વાવડી ચોકડી પાસે રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિત પાસે આવીને તેઓની સાથે ગાળાગાળી કરી હતી અને બાદમાં લાકડાના ધોકા તેમજ લોખંડના પાઇપ વડે બંનેને માર માર્યો હતો જેમા ફરીયાદી યુવાનને ફ્રેકચર જેવી ઇજાઓ થયેલ હતી અને ધોકા વડે ફરિયાદીના બાઈકમાં પણ નુકસાન કર્યું હતું ત્યાર બાદ રૂદ્રરાજસિંહ અને તેના મિત્ર અમિતનું બાઈકમાં અપહરણ કરીને હુસેનભાઇના ડેલે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાં ડેનિસ કીશોર મિસ્ત્રી, રોહિત જીવસદાસ બાવાજી, ઈરફાન કરીમ પારેડી અને એક અજાણ્યા શખ્શે તેઓને ગાળો આપી, લાફા મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા રૂદ્રરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલા દ્વારા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે આઠ શખ્સોની સામે ફરીયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે અપહરણ, રાયોટીંગ, મારામારી તેમજ તોડફોડના ગુનામાં હાર્દિક પ્રભુભાઈ ગાજરા જાતે ભાનુશાળી (૧૯) રહે, વજેપર મોરબી, સમીર ગુલામહુશેન સુમરા જાતે સંઘી (૨૦) રહે, વજેપર મોરબી અને ઈરફાન કરીમભાઈ પારેડી રહે, મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ ગુનામાં હજુ મુખ્ય આરોપીઓ સહિત પાંચ આરોપીઓને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.




Latest News