મોરબીના ૬૦,૦૦૦થી વધુ મિલકત ધારકોએ હજુ મિલકત વેરો ભર્યો નથી!: બાકીદારોને ધડોધડ નોટીસ
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દીધો !
SHARE
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં માનસિક અસ્થિર સગીરા સાથે દુષ્કર્મ આચારીને ગર્ભ રાખી દીધો !
મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતી સગીર વયની માનસિક અસ્થિર સગીરા સાથે બળજબરીથી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાથી સગીરાને ગર્ભ રહી જતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હાલમાં ભોગ બનનાર સગીરાની માતાએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ, પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં અગાઉ માનસિક અસ્થિર મહિલા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યાર બાદ જો વાત કરીએ તો હાલમાં મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરીને ગર્ભ રાખી દીધો હોવાનું સામે આવ્યું છે અને સગીરાને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર મામલો સામે આવતા હાલમાં મોરબી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરી માનસિક અસ્થિર હોય તેની માનસિક અસ્થિરતાનો ગેરલાભ ઉઠાવીને એક શખ્સ દ્વારા તેની સાથે વારંવાર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને આ સગીરાને ગર્ભ રહી ગયો હતો અને ગર્ભ રહી ગયા બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને હાલમાં ભોગ બનેલી સગીરાની માતાએ દુષ્કર્મ આચરનારા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના હળવદ તાલુકાનાં ચરાડવા ગામે રહેતો મિલન જગજીવનભાઈ પરમાર નામનો ૧૭ વર્ષીય યુવાન ગઈકાલે સાંજે આઠેક વાગ્યાના અરસામાં બાઇક લઈને ગામ નજીકથી જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક રિક્ષાની સાથે અથડાતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળિયા મિંયાણા તાલુકાના ખીરઇ ગામના વતની ભાણજીભાઈ ભલાભાઇ સાગઠીયા નામના ૫૪ વર્ષીય આધેડ ગઈકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં બેલા-ભરતનગર નજીક ખોખરા હનુમાન ધામ પાસેથી બાઈકમાં જતા હતા ત્યાં અજાણ્યા વાહન ચાલકે તેમને હડફેટે લેતા ઈજાગ્રસ્ત થયેલા ભાણજીભાઈને અહીંની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ. એલ.બારૈયાએ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.