મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના ૬૦,૦૦૦થી વધુ મિલકત ધારકોએ હજુ મિલકત વેરો ભર્યો નથી!: બાકીદારોને ધડોધડ નોટીસ


SHARE











મોરબીના ૬૦,૦૦૦થી વધુ મિલકત ધારકોએ હજુ મિલકત વેરો ભર્યો નથી!: બાકીદારોને ધડોધડ નોટીસ

૨૫ હજાર કરતા વધુ મિલકત વેરો બાકી હોય તેવા આસમીઓનું હિટ લીસ્ટ તૈયાર: દસ મહિનામાં ચાલુ વર્ષના માંગણાની સામે માત્ર ૨૫ ટકા વસૂલાત: નાણાકીય વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ કરવા મોટા બાકીદારો ઉપર ધોસ: ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ટેક્ષની રીકવરીમાં આવક ઘટે તેવા સંકેત

મોરબી શહેરના વિકાસ માટે સરકાર તરફથી આવતી ગ્રાન્ટ ઉપરાંતની સૌથી મોટી આવક નગરજનો પાસેથી વસુલ કરવામાં આવતો ટેક્ષ છે જો કે, ટેક્ષની રીકવરીની કામગીરીમાં થોડી ગતિ લાવવા માટે તાજેતરમાં મોરબી શહેરમાં જેનો વેરો બાકી હોય તેવા મિલકત ધારકોને પાલિકાની ટેક્ષ શાખામાંથી નોટીસો દેવામાં આવી છે કેમ કે, ચાલુ નાણાકીય વર્ષ પૂરું થવામાં હવે માત્ર બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે ત્યારે મોરબીના ૬૦,૦૦૦ થી વધુ મિલકત ધારકોએ હજુ પોતાનો મિલકત વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવ્યો નથી જેથી નાણાકીય વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે પાલિકા દ્વારા હવે મોટા બાકીદારો ઉપર ધોસ બોલાવવામાં આવી રહી છે

મોરબી પાલિકાની હદ્દમાં જે ગતિએ નવી મિલકતો વધી રહી છે તેની સામે મિલકત વેરની વાર્ષિક આવકમાં વધારો થતો નથી કેમ કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબી શહેરના જુદાજુદા વોર્ડમાં આવેલી મિલકતોનો રીસર્વે કરવામાં આવ્યો જ નથી જો કે, જગ્યા ત્યાંથી સવાર એમ અગાઉ એક એજન્સીને કામ આપીને શહેરમાં મિલકતોનો રીસર્વે કરવા માટેની કામગીરીને શરુ કરવામાં આવી હતી પરંતુ તેમાં પણ કામ પૂરું કરવામાં આવ્યું ન હતું જોકે, અહી આપણે વાત કરી રહ્યા છીએ મોરબી પાલિકાની વાર્ષિક મિલકત વેરની આવકની આ વર્ષે મોરબી પાલિકાને ચાલુ વર્ષની તેમજ જૂની બાકી રકમ મળીને જે રકમ વસૂલ કરવાની થાય છે તેની સામે માત્ર ૨૫ ટકા જ રીકવરી કરવામાં આવી છે અને નાણાકીય વર્ષના પ્રારંભે ટેક્ષ રીબેટ યોજના હેઠળ પહેલા છ મહિના સુધી તો પાલિકાની તિજોરીમાં બેઠાબેઠા ટેક્ષની આવક થતી હતી જો કે, ત્યાર બાદ ઓછા કરદાતા દેખાતા હોવાથી ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ થશે કે કેમ તા પ્રશ્ન છે

મોરબી પાલિકાની ટેક્ષ શાખાના સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ચાલુ વર્ષ દરમ્યાન પાલિકાના ચોપડે નોંધાયેલા નવા કરદાતાઓ સહીત કુલ મળીને ૭૫ હાજરથી વધુ રેસીડેન્ટ અને કોમર્શીયલ મિલકતો થાય છે અને તે મિલકત ધારકોમાંથી પ્રમાણિક કરદાતાઓ તો દરવર્ષે રીબેટ યોજના હેઠળ તેનો મિલકત વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવી દેતા હોય છે પરંતુ રીઢા થઇ ગયેલા કરદાતાઓ તેનો વેરો પાલિકામાં જમા કરાવતા નથી જેના કારણે દરવર્ષે જુના બાકી માંગણાની રકમમાં વધારો થતો જ જાય છે અત્રે ઉલેખનીય છે કે, ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે ટેક્ષની રીકવરીમાં સો ટકા આવક ઘટશે તેવા સંકેતો હાલમાં દેખાઈ રહ્યા છે ત્યારે મિલકત ધારકો પાસેથી ટેક્ષની રીકવરી કરવા માટે પાલિકાનો વધારોનો સ્ટાફ રિકવરીની કામગીરી માટે દોડાવવામાં આવેલ છે અને જુદીજુદી ૨૧ શાખાના કર્મચારીઓને વેરા વસૂલાત અતે કામે લગાડવામાં આવેલ છે

મોરબી શહેરના ૧૩ વોર્ડમાં આવેલ ૭૫૦૦૦ થી વધુ મિલકતોના આસામીઓ પાસેથી ટેક્ષ શાખાના સ્ટાફે જુના બાકી માંગણાની રકમ તેમજ ચાલુ વર્ષના ટેક્ષ મળીને જે રકમ વસૂલ કરવાની છે તેની સામે માત્ર ૨૫ ટકા જ રકમ વસૂલ કરવામાં આવી છે જેથી કરીને બાકી રહેલી ૭૫ ટકા રકમને બે માહિનામાં વસૂલ કરવા માટે પાલિકા ઊંધે માથે થયેલ છે ત્યારે ચાલુ નાણાકીય વર્ષનો લક્ષ્યાંક કેવી રીતે સિદ્ધ થશે તે સૌથી મોટો પ્રશ્ન છે વધુમાં ટેક્ષ શાખાના કર્મચારી પાસેથી મળતી માહિતી મુજબ મોરબીની ૭૫ હાજરથી વધુ મિલકતમાંથી અત્યાર સુધીમાં ૧૫૦૦૦ જેટલી મિલકતોના માલિકોએ તેનો વેરો પાલિકાની તિજોરીમાં જમા કરાવી દીધો છે જો કે, હજુ ૬૦,૦૦૦ જેટલા મિલકત ધારકોએ તેમની મિલકતનો વેરો પાલિકામાં જમા કરાવ્યો નથી જેથી નાણાકીય વર્ષનો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે હવે ગમે ત્યારે બાકીદારો ઉપર ધોસ બોલાવવામાં આવી છે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે મિલકત ધારકોનો ૨૫ હજાર કરતા વધુ મિલકત વેરો બાકી છે તેવા આસામીઓનું હિટ લીસ્ટ તૈયાર કરીને મોટા બાકીદારોને ટેક્ષ શાખામાંથી નોટીસો દેવામાં આવી છે જો કે, બાકીદારો વેરો ભરવા માટે આવશે કે કેમ તે તો હવે આગામી સમય જ બતાવશે

નવી આકારણીથી પાલિકાની વાર્ષિક આવકમાં થઈ શકે છે તોતિંગ વધારો

મોરબી શહેરની મિલકતોનો રીસર્વે કરવા માટેની કામગીરી આગાઉ કરવામાં આવી રહી હતી અને એક ખાનગી એજન્સીના માણસો દ્વારા જુદાજુદા વોર્ડમાં મિલકતો માપવાની કામગીરી કરવામાં આવી રહી હતી જો કે, તે કામ પૂરું કરવામાં આવ્યું નથી જેથી કરીને મોરબીમાં આવેલ તમામ મિલકતોની ફેર માપણી થઈ શકી નથી જો કે, પાલિકા દ્વારા મિલકતોનો રિસરવે કરવામાં આવે તો પાલિકાની હાલની વેરાની વાર્ષિક આવકમાં તોતિંગ વધારો થાય તેવી પૂરે પૂરી શક્યતા છે કેમ કે વર્ષો જૂની મિલકતોની જગ્યાએ બહુમાળી બાંધકામો કરી લેવામાં આવ્યા છે અને ખુલ્લા પ્લોટની જગ્યાએ પણ બાંધકામો કરી નાખવામાં આવ્યા છે જો કે, તેની આકારણી જ કરવામાં આવી ન હોવાથી વર્ષો જૂની આકારણી મુજબ મામૂલી ટેક્ષ લેવામાં આવે છે 






Latest News