હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

મોરબી : વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા, સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થી કુંતાસીના


SHARE

















મોરબી : વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ ઝળક્યા, સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થી કુંતાસીના

સ્વામી વિવેકાનંદ ઓનલાઈન ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમા હજારો વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લીધો હતો તેમાંથી વિવેકાનંદ ક્વિઝમાં કુંતાસીનાં વિધાર્થીઓ રાજયકક્ષાએ ઝળક્યા છે.સમગ્ર ગુજરાતનાં ટોપ ટેનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ મોરબી જીલ્લાના માળીયા તાલુકાના કુંતાસી ગામના છે.

બારમી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે શિક્ષણ વિભાગ ગુજરાત સરકારના સહયોગથી એડયુટર એપ દ્વારા પાંચથી પંદર જાન્યુઆરી દરમિયાન સ્વામી વિવેકાનંદ ઓનલાઈન ક્વિઝ મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ગુજરાતભરમાંથી પાંચ હજાર જેટલા શિક્ષકોએ સ્વામી વિવેકાનંદના જીવન પર આધારિત ક્વિઝ બનાવી હતી અને હજારો વિદ્યાર્થીઓએ આ ક્વિઝમાં ભાગ લઈ અભિયાનને સફળ બનાવ્યું હતું.આ ક્વિઝમાં સમગ્ર ગુજરાતમાંથી પ્રથમ પાંચ ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓનું ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીનાં હસ્તે સન્માન થવાનું છે ત્યારે આજરોજ જાહેર થયેલ પરિણામમાં મોરબી જિલ્લાનાં કુંતાસી ગામની મહર્ષિ દયાનંદ સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીની બસીયા વીણાએ સમગ્ર ગુજરાતમાં બીજો ક્રમ અને સોઢા મિતલબાએ ચોથો ક્રમ મેળવીને રાજ્ય કક્ષાએ માળીયા તાલુકા અને મોરબી જિલ્લાનું નામ રોશન કર્યું છે.આ બન્ને ઉપરાંત સોઢીયા પુજાએ ટોપ ટેનમાં અને કુંતાસી ગામનાં અન્ય છ બાળકોએ ટોપ હન્ડ્રેડમાં સ્થાન મેળવ્યું છે.આ ક્વિઝ અભિયાન દરમિયાન શાળાનાં ઉત્સાહી શિક્ષક બેચરભાઈ ગોધાણીએ તમામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.ટોપ ટેનમાં આવેલ આ ત્રણેય વિદ્યાર્થીનીઓનું ટ્રસ્ટનાં પ્રમુખ મગનભાઈ અઘારા, ડૉ.જાડેજા અને આચાર્ય શૈલેષભાઈ ગોરીયા દ્વારા આગામી ૨૬ મી જાન્યુઆરીનાં રોજ મોમેન્ટો અને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવશે.




Latest News