મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વધુ એક ઘળીયા લગ્ન યોજાયા
SHARE









મોરબીમાં પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની હાજરીમાં વધુ એક ઘળીયા લગ્ન યોજાયા
મોરબીમાં ઉમા ટાઉનશીપ ખાતે પડસુંબિયા પરિવારના દીકરા અને ચનીયારા પરિવારની દીકરીના ઘડીયા લગ્નનું આયોજન કરવા માં આવ્યું હતું.આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા પણ હાજર રહી ઘડીયા લગ્ન કરાવ્યા હતા.મોરબીના સામાંકાઠે ઉમા ટાઉનશીપમાં આવેલ કાંતિભાઈ અમૃતિયાના નિવાસ સ્થાને બન્ને પક્ષે ઘળીયા લગ્ન યોજવાનું નક્કી કરીને ઘડીયા લગ્ન યોજયા હતા.જેમા મોરબી નિવાસી દિનેશભાઇ ડુંગરભાઈ પડસુંબિયાના સુપુત્ર ચિ.જીતેન્દ્ર અને મોરબી નિવાસી સ્વ.ગોપલભાઈ મનજીભાઈ ચનિયારાની સુપુત્રી ચિ.પૂનમના બને પક્ષોની સહમતી અને પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૂર્તિયાની હાજરીમાં ઘડીયા લગ્ન લેવાયા હતા.આજના આ મોંઘવારીના સમયમાં લોકો ખોટા ખર્ચા કરવાથી બચે અને સાદાઈથી લગ્ન યોજે તેવી સમાજને રાહ ચીંધવામાં આવી હતી.પુર્વ ધારાસભ્ય કાંતિલાલે વર-વધુને નમો ઘડિયાળ ભેટ આપીને બંન્ને આશિર્વાદ આપ્યા હતા.
