રાજકોટના નવાગામ-આણંદપર ગામે સમસ્ત તળપદા કોળી સમાજના સમૂહલગ્ન યોજાયા
મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ
SHARE









મોરબી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરાઇ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્વામી વિવેકાનંદજીની જન્મ જ્યંતીથી માંડી સુભાષબાબુ જ્યંતી સુધી સમગ્ર ભારતમાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવે છે એ અન્વયે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ મોરબી અને વાંકાનેર દ્વારા કરવામાં કર્તવ્ય બોધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં મોરબી તાલુકાની સાર્થક વિદ્યા મંદિર ખાતે અને વાંકાનેર ખાતે મહારાજા સાહેબ કેસરીદેવસિંહજીની બોર્ડીંગ ખાતે યોજાયો હતો
જેમાં મોરબી ખાતે પ્રચારકજી પ્રવીણભાઈ ઓતિયા પ્રાંત અધિકારી રાષ્ટ્રીય સ્વંયમ સેવક સંઘ અને વાંકાનેર ખાતે જામનગર અને મોરબી જિલ્લાના પ્રચારક રામશીભાઈ આર.એસ.એસ. બૌદ્ધિક આપતા વિવિધ ઉદાહરણો દ્વારા જણાવ્યું હતું કે આપણે જે કંઈ કરીએ એમ રાષ્ટ્ર પ્રથમ નંબરે હોવું જોઈએ અને બીજા નંબરે પણ રાષ્ટ્ર જ હોવો જોઈએ. શિક્ષક તરીકેનો વ્યવસાય અતિ ઉત્તમ અને પવિત્ર છે,શિક્ષકો દ્વારા જ વર્ગખંડોમાં ભારતના ઉત્તમ ભાવીનું ઘડતર થઈ રહ્યું છે.સ્વામી વિવેકાનંદજી અને સુભાષચંદ્ર બોઝ જેવા મહા માનવોનો રાષ્ટ્રપ્રેમ,રાષ્ટ્ભક્તિ, રાષ્ટ્ર સેવા અને રાષ્ટ્ પ્રત્યેનું સમર્પણ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકીને વિદ્યાર્થીઓને ઉત્તમ ચારિત્ર્યવાન બનાવવાનું કામ શિક્ષકોના હાથમાં છે વગેરે વાતો દ્વારા વક્તાઓએ કર્તવ્ય બોધ આપ્યો હતો આ કાર્યક્રમમાં વાંકાનેર ખાતે મહાવીરસિંહ ઝાલા, યુવરાજસિંહ વાળા, દિનેશભાઈ વડસોલા, અશોકભાઈ સતાસિયા, નવઘનભાઈ દેગામા, સી.સી.કાવર, ચિરાગભાઈ આદ્રોજા, કિરણભાઈ કાચરોલા, પ્રદીપભાઈ કુવાડિયા, કિરીટભાઈ દેકાવડીયા, સંદીપભાઈ લોરીયા સહિતના હાજર રહ્યા હતા
