મોરબી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા માસ્કનું વિતરણ કરાયુ
SHARE
મોરબી શહેર કોગ્રેસ સમિતિ દ્વારા માસ્કનું વિતરણ કરાયુ
મોરબીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા આજે તા.૨૪ ને સોમવારે સવારે નહેરૂ ગેટ ચોકમાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.
મોરબી જીલ્લા કોગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ જે.પટેલએ જણાવ્યુ હતું કે, મોરબીમાં કોરોનાના કેસ વધી રહ્યા છે તેથી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજુભાઇ કાવરની આગેવાનીમાં નહેરૂ ગેટ ચોક ખાતે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતુ. આ તકે કોંગ્રેસના કોંગી અગ્રણી મહેશભાઇ રાજયગુરૂ, રમેશભાઇ રબારી, અશ્વિવભાઇ વિડજા, રવજીભાઇ તેમજ કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, હોદેદારો સહિતના હાજર રહ્યા હતા. આ તકે લોકોને કોરોનાની ગાઈડ લાઇનનું પાલન કરવા પણ કોંગ્રેસનાં આગેવાને જણાવ્યુ હતુ.