મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના એક ઇસમને પાસા તળે જેલહવાલે કરાયો


SHARE











મોરબીના એક ઇસમને પાસા તળે જેલહવાલે કરાયો

મોરબી પોલીસ દ્વારા અનેક ગુનાઓમાં સંડોવાયેલા ઇસમની વિરુદ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવી હતી જેને મંજૂરીની મહોર મારીને જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાસા હેઠળ જેલમાં ધકેલવાનો હુકમ કરવામાં આવતા ઈસમને પકડીને વડોદરા જેલ હવાલે કરવામાં આવ્યો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે.અગાઉ હથિયારના ગુનામાં સંડોવાયેલ ઇસમ વિદેસી દારૂના અનેક ગુનામાં પકડાયો હોય તેની સામે પાસા દરખાસ્ત મૂકાતા તેની ધરપકડ કરીને વડોદરા જેલ હવાલે કરાયો હતો.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ સોમૈયા સોસાયટીમાં રહેતા ઋષિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજા નામના ૨૬ વર્ષીય યુવાન વિરૂધ્ધ પાસા અંગે દરખાસ્ત તૈયાર કરીને કલેકટર (જિલ્લા મેજીસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેને કલેકટર દ્રારા મંજૂરીની મહોર મારવામાં આવતા જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમ અનવયે એ ડિવિજન પોલીસે ઋષિરાજસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાની ધરપકડ કરીને તેને પાસા હેઠળ વડોદરા મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે.

અકસ્માતમાં ઇજા

 મોરબીના વાવડી રોડ ઉપર રહેતા અમીતભાઈ બહાદુરઅલી પંજવાણી (ઉંમર ૩૦) પોતાનું બાઇક લઇને જુના બસ સ્ટેન્ડ બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મીરા પાર્ક પાસે રોડ ઉપર બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અમિતભાઈને શરીરે ઇજાઓ થઇ હોવાથી સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

 વાહન અકસ્માત

મોરબી તાલુકાના નાની વાવડી ગામ પાસેથી એસટી ડ્રાઇવર ભીખાભાઈ રાયધનભાઈ વીરડા (૨૯)  રહે. સોનગઢ તાલુકો માળીયા મીયાણા વાળા પોતાના હવાલા વાળી એસટી બસ લઇને પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર નંબર જીજે ૩૬ વી ૭૪૩૯ ના ચાલકે પોતાનું ડમ્પર બેફીકરાઈથી ચલાવીને એસટી સાથે અથડાયું હતું જેથી કરીને સરકારી વાહનમાં નુકસાન થયું હોવાથી એસ.ટી.ના ડ્રાઇવરે હાલમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

 ઇજા થતાં સારવારમાં

મોરબીના રફાળેશ્વર ગામ પાસે આવેલ જીઓટેક નામના કારખાનામાં કામગીરી દરમિયાન કુસુમબેન અંકિતભાઈ જેબીયા (ઉંમર ૩૩) ને ઈજાઓ થઈ હતી જેથી કરીને કુસુમબેનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેનો લગ્નગાળો બાર વરસનો હોવાનું હાલમાં પોલીસ પાસેથી જાણવા મળેલ છે અને પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.






Latest News