વાંકાનેરમાં રેલવે બ્રિજ પાસે ઇજાગ્રસ્ત આખલાની ૧૯૬૨ ની ટીમે સારવાર કરી
મોરબીના રવાપર ગામ પાસે સરકારી જમીનો ઉપરથી દબાણોને હટાવવા સીએમને રજૂઆત
SHARE
મોરબીના રવાપર ગામ પાસે સરકારી જમીનો ઉપરથી દબાણોને હટાવવા સીએમને રજૂઆત
મોરબીના રવાપર ગામની આસપાસમાં સરકારી ખરાબાઓ ઉપર ગેરકાયદે દબાણો કરવામાં આવેલ છે જેથી કરીને આ દબાનોને દૂર કરવાની માંગ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી દ્વારા સીએમ સમક્ષ કરવામાં આવી છે અને સરકારી ખરાબામાં જમીનની માંગણી કરનારા સાચા માગણીદરોને જમીન ફાળવવાની રજૂઆત કરવામાં આવી છે
મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ હાલમાં સીએમને રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબી જીલ્લામાં મોરબી શહેરને અડીને આવેલ રવાપર ગામ કે જે, હાલ મોરબી શહેરનો જ એક ભાગ બની જવા પામેલ છે. ત્યાં ઘણા સરકારી ખરાબાઓ આવેલ છે. અને આ ખરાબાઓ ઉપર આવારા તત્વો દ્વારા કબજો જમાવવામાં આવેલ છે તો પણ સરકારી તંત્ર મુક બનીને તમાશો જોવે છે જેથી તંત્રની મિલી ભગતથી જ દબાણો થાય હકે તેવું ઘાટ સર્જાયો છે અને લોકોમાં છાતી ચર્ચા મુજબ તો તંત્ર વાહકોને પોતાનું ખિસ્સું ભરાય તેમાજ રસ છે. જેથી દબાણોની સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે જેથી કરીને આવા તત્વો ઉપર લેન્ડ ગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાની અને માંગણી કરનારા લોકોને જમીન આપવાની માંગ કરવામાં આવી છે