મોરબીની રવિરાજ ચોકડી પાસે બંધ પડેલા ટ્રક સાથે બાઈક અથડાતાં બે વ્યક્તિના મોત
મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના હોદેદારો નિમાયા
SHARE
મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના હોદેદારો નિમાયા
મોરબીના એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનના આગામી વર્ષ માટે હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ છે.જેમાં સર્વાનુમતે પ્રમુખપદે ડો.હસમુખ સવસાણીની, સેક્રેટરી તરીકે ડો.ભાવેશ પરમારની અને ખજાનચી તરીકે ડો.જયેશ બોરસાણીયાની નિંમણૂક કરવામાં આવેલ છે.એસોસીએશન ઓફ પિડિયાટ્રીશ્યનએ મોરબીના બધા બાળરોગ નિષ્ણાત ડોક્ટરોનું સંગઠન છે તેના દ્વારા ડોક્ટરો તથા નર્સિંગ સ્ટાફની ટ્રેનિંગ માટેના સેમિનારો, બાળકોના વાલીઓને માર્ગદર્શન માટેના કાર્યક્રમો, જનજાગૃતિ અને વિવિધ સામાજિક કાર્યો કરવામાં આવે છે.મોરબીના બાળકોના ડોક્ટરના એસોસિએશનને લગતુ કોઈ કામ હોય તો સંસ્થાના પ્રમુખ ડો.હસમુખ સવસાણી કિલ્લોલ હોસ્પિટલ ખાતે અથવા સેક્રેટરી ડો.ભાવેશ પરમાર ધ્રુવ હોસ્પિટલનો સંપર્ક કરવો તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.