મોરબી ઘુંટુ મર્ડર : તારા ફૈબા સાથે વૃદ્ધની ઉઠક બેઠક વધી ગઈ છે તેવા મિત્રોના મેંણાથી કંટાળી યુવાને રચ્યો હત્યાકાંડ
SHARE
મોરબી ઘુંટુ મર્ડર : તારા ફૈબા સાથે વૃદ્ધની ઉઠક બેઠક વધી ગઈ છે તેવા મિત્રોના મેંણાથી કંટાળી યુવાને રચ્યો હત્યાકાંડ
મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા પટેલ વૃદ્ધ રવિવાર સાંજથી પોતાના ઘરેથી ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેને શોધવા માટે તેમના પરિવારજનો દ્વારા તેઓની વાડીની આસપાસના વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી હતી જોકે સોમવારે બપોરના સમયે તેઓની વાડીની બાજુમાં દિવાલની પાછળના ભાગેથી ગુમ થયેલા વૃદ્ધની હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી અને તેમની બાજુની વાડીમાં મજુરી કરતા શખ્સની કૌટુંબિક ફૈબા સાથે મૃતક વૃધ્ધને હસી મજાકનો સંબંધ હતો તે બાબતે હત્યારા યુવાનને તેના મિત્રો મેંણા મારીને મશ્કરી કરતા હતા જેથી રોષે ભરાઇને યુવાને વૃધ્ધની ગળેટુંપો આપીને હત્યા કરી નાખી હતી.આ ગુનામાં પોલીસે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે અને લીશને ઠેકાણે પાડવામાં મદદ કરનાર બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલુ કરી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા ધરમશીભાઈ પુંજાભાઈ પરેચા (ઉંમર ૬૮) ગત રવિવાર સાંજના સમયે પોતાની ઘરેથી વાડી તરફ ગયા હતા અને વાડીએ ગયા બાદ તેઓ અચાનક ગુમ થઈ ગયા હતા જેથી કરીને તેમને શોધવા માટે થઈને પરિવારજનો દ્વારા કવાયત શરૂ કરવામાં આવી હતી અને વાડીએ ગાયો બાંધતા ગામના જ જેઠાભાઇ કોળીને તેના સાળા મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળીએ કહ્યું હતું કે, ચાર અજાણ્યા હિન્દીભાષી શખ્સો આવ્યા હતા અને ત્યારબાદથી વૃદ્ધ ગુમ થયા છે જેથી કરીને પરિવારજનોએ તેના આધારે શોધખોળ શરૂ કરી હતી પરંતુ ગઈકાલ રાતથી સોમવારે બપોર સુધીમાં તેનો કોઇ જગ્યાએથી પત્તો લાગ્યો ન હતો અને આ વૃદ્ધને શોધવા માટેની કવાયત ચાલુ કરવામાં આવી હતી. દરમિયાનમાં તેઓની વાડી પાસેથી જ દીવાલની પાછળના ભાગમાંથી ધરમશીભાઇ પરેચાની ગળુ દબાવીને હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી જે બનાવમાં મૃતક વૃદ્ધના દીકરા અશોકભાઇ પરેચાની ફરિયાદ લેવામાં આવી હતી જેના આધારે પોલીસે હાલમાં મુખ્ય આરોપી મુન્નાભાઈ સોમાભાઈ મેર જાતે કોળી મૂળ રહે.વાંકાનેર હાલ રહે.ઘુંટુની ધરપકડ કરેલ છે અને હત્યા કર્યા બાદ લાશને ઠેકાણે પાડવામાં તેને મદદરૂપ બરનાર વિક્રમ શંભુ ઠાકોર નામના ઈસમની પોલીસે શોધખોળ હાથ ધરી છે.
ઘુંટુ ગામે ધરમશીભાઈ પરેચાની કયા કારણોસર અને કોના દ્વારા હત્યા કરવામાં આવી છે તે સવાલ ઉભો હતો જોકે તેઓના ગુમ થવા માટેની મુન્ના મેર દ્વારા જે સ્ટોરી કરવામાં આવી હતી તે પહેલાથી જ પોલીસને શંકસ્પદ લાગતા પ્રથમથી જ મુન્ના મેર પોલીસના શંકાના દાયરામાં હતો અને પોલીસે ગુનો નોંધીને તેની આગવી ઢબે પુછપરછ કરી હતી જેથી તે પોપટ થઇ ગયો હતો અને વૃધ્ધની હત્યા તેણે અન્ય જગ્યાએ કરીને તેની લાશને ઢશેળીને મુન્ના મેર તેમજ તેના મિત્ર વિક્રમ શંભુભાઇ ઠાકોરે જે જગ્યાએથી લાશ મળી આવેલ ત્યાં સુધી પહોંચાડી હતી અને ડીવાયએસપી મુનાફખાન પઠાણના કહેવા મુજબ આરોપી મુન્ના મેરના કૌટુંબિક ફૈબાના ઘરે આવવા જવાના ધરમશીભાઇ પરેચાને સબંધ હતા જેથી તે વાતને લઇને હત્યારા યુવાનની તેના મિત્રો અવારનવાર મશ્કરી કરતા હતા.તે વાતનો મનોમન ખાર રાખીને મુન્ના મેરે વૃધ્ધની હત્યા કરી નાખી હતી તેવી કબુલાત તેણે પોલીસ સમક્ષ આપેલ છે.જેથી પોલીસે હાલ આ હત્યાકાંડમાં મુખ્ય આરોપી મુન્ના મેરની ધરપકડ કરેલ લીધેલ છે અને હત્યારાને પુરાવાનો નાશ કરવામાં મદદ કરનારા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.
વધુમાં પોલીસના જણાવ્યા પ્રમાણે અન્ય જગ્યાએ વૃદ્ધની હત્યા કર્યા બાદ તેમની લાશને જ્યારે દીવાલની પાછળ લઇ જતા હતા ત્યારે ઢસડાવવાના લીધે તેઓનું પેન્ટ નીકળી ગયુ હતુ અને તે દરમિયાન તેઓના ખીસ્સામાં રહેલા રૂપિયા ૧૬,૦૦૦ પડી જતાં તે પૈસા હત્યારા મુન્ના મેરે લઈ લીધા હતા અને તેની ધરપકડ દરમિયાન તેની પાસેથી તે પૈસા પણ મળી આવ્યા હતા.