મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રજાસતાક દિન નિમિતે તિરંગા યાત્રા તેમજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
25-01-2022 12:38 PM
SHARE
JOIN OUR GROUP
મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રજાસતાક દિન નિમિતે તિરંગા યાત્રા તેમજ ધ્વજવંદન કાર્યક્રમ યોજાશે
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદએ ૧૯૪૭ થી વિદ્યાર્થી હિત તેમજ રાષ્ટ્ર હિત માટે કાર્યરત વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.વિદ્યાર્થી પરિષદએ માત્ર શિક્ષણ જગત સીમિત નહિ પરંતુ વિધાર્થીઓ પણ સમાજને કેવી રીતે મદદરૂપ થઈ
શકે તેવી ભાવના સાથે કોરોના જેવી મહામારીમાં પણ તંત્ર અને સમાજ સાથે પણ ખડે પગે ઉભા રહીને કામ કરેલ. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સતત રાષ્ટ્ર હિત માટેના કાર્ય કરતું આવ્યું છે.જ્યારે દેશની આઝાદીનું ૭૫ મુ વર્ષ ચાલી રહ્યું છે ત્યારે સ્વરાજય ૭૫ અંતર્ગત ૧૫ મી ઓગસ્ટ નિમિતે ગામડાઓ સુધી જઈને ધ્વજવંદનના કાર્યક્રમો કર્યાં હતાં. તેમજ ૨૬ મી જાન્યુઆરી દેશનો પ્રજાસત્તાક દિન આવી રહ્યો છે ત્યારે વિદ્યાર્થીઓમાં દેશ ભાવના જાગે તે હેતુસર તિરંગા રેલી ઉપરાંત ધ્વજવંદનના કાર્યક્રમો યોજવાનું આયોજન કરાયેલ છે.અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી શાખા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગ્રીન ચોક ટાવર ખાતે ધ્વજવંનનો કાર્યક્રમ યોજાશે જેમાં દેવેનભાઈ રબારી (યંગ ઇન્ડિયા ગ્રુપ) મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિતિ રહેશે તેમજ ત્યાર બાદ તિરંગા યાત્રાનો કાર્યક્રમ સવારે ૧૦:૧૫ વાગ્યે નવા બસ સ્ટેન્ડથી ગ્રીન ચોક સુધી કોવીડ ગાઇડલાઈનનું પાલન કરી યોજાશે તેમ યાદીમાં જણાવવામાં આવેલ છે.