મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

કાળનો ભેટો: હળવદથી સસરાને તેડવા જતાં યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત


SHARE













કાળનો ભેટો: હળવદથી સસરાને તેડવા જતાં યુવાનના બાઇકને કાર ચાલકે હડફેટે લેતા યુવાનનું મોત

હળવદ શહેરના સરા રોડ ઉપરથી બાઈક લઈને પોતાના સસરાને તેડવા માટે જઈ રહેલા યુવાનના બાઇકને ક્રેટા કારના ચાલકે અડફેટે લીધું હતું જેથી કરીને યુવાનને શરીરે ગંભીર ઈજાઓ થઈ હતી અને યુવાનનું મોત થયુ હતુ હાલમાં અકસ્માતના બનાવમાં મૃતક યુવાનના ભાઈએ કારચાલકે સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને કાર મૂકીને નાશી ગયેલા તેના ચાલકને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

 બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે હળવદના ભવાનીનગરમાં લાંબીડેરી સરકારી આવાસ બ્લોક નંબર૨૦ માં રહેતા અશોકભાઇ નગીનભાઈ મકવાણા (ઉમર ૪૩) એ હાલમાં હળવદ પોલીસ સ્ટેશન ખાતે કાળા કલરની ક્રેટા કાર નંબર જીજે ૩૬ એલ ૪૭૫૦ ના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેનો ભાઇ અર્જુન નગીનભાઈ મકવાણા (૩૨) પોતાનું બાઇક લઇને હળવદના સરા રોડ ઉપર આવેલ ઘનશ્યામપુર ગામથી આગળ જઈ રહ્યો હતો ત્યારે ક્રેટા કારના ચાલકે તેના બાઈકને હડફેટે લીધું હતું જેથી કરીને અર્જુન નગીનભાઈ મકવાણાને ગંભીર ઇજાઓ થઇ હોવાના કારણે તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને કાર ચાલક પોતાની કાર મુકીને નાસી ગયો હતો જેથી કરીને હાલમાં પોલીસે મૃતક યુવાનના ભાઈની ફરિયાદ લઈને અકસ્માતના બનાવમાં આરોપીને પકડવા માટે થઈને તજવીજ શરૂ કરેલ છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે અર્જુનભાઈ મકવાણા પોતાના સસરાને લેવા માટે સરા તાલુકાના દાધોરિયા ગામે જઈ રહ્યા હતા અને રસ્તામાં અકસ્માત સર્જાવાના કારણે તેનું મૃત્યુ નીપજયું છે અને અકસ્માતના આ બનાવના કારણે બે સંતાનોએ છત્રછાયા ગુમાવી છે




Latest News