મોરબી જિલ્લા વહીવટીતંત્ર બન્યું ભાજપ !, ખેસ પહેરવાનો બાકી ?: આમ આદમી પાર્ટી
વાંકાનેરમાં સેવાસદન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
SHARE
વાંકાનેરમાં સેવાસદન ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ
વાંકાનેરમાં પ્રજાસત્તાક દિનની તાલુકા કક્ષાની ઉજવણી સેવાસદન કચેરી ખાતે કરવામાં આવી હતી. ત્યારે પ્રાંત અધિકારી એ.એચ. શેરસીયા હસ્તે ધ્વજ વંદન કરાયું હતું. ત્યારબાદ કોરોના વોરીયૅસને પ્રિકોશન ડોઝ આપવામાં આવ્યો હતો અને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઇન્ચાર્જ પીઆઇ જાડેજા, તાલુકા ભાજપ પ્રમુખ ધમભા ઝાલા, મોરબી જિલ્લા બક્ષીપંચ મોરચાના પ્રમુખ અમુભાઈ ઠાકરાણી તથા જાહિદ શેરસીયા, વાંકાનેર કાઉન્સિલર રીટાબા રાઠોડ, જયશ્રીબેન સુરેલા, શહેર ભાજપ મહિલા મોરચા પ્રમુખ શારદાબેન બોસિયા અને અધિકારીઓ અને કર્મચારીઓ, શહેરીજનો ઉપસ્થિત રહ્યાં હતા અને તાલુકા કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી હતી