મોરબી જિલ્લામાં વર્ષોથી સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ નંબર પ્લેટ વગર દોડતા ૬૨ ટ્રક-ડમ્પર ડિટેઇન !?
વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી
SHARE
વાંકાનેરના મેસરીયા પાસે કારખાનાનું કામ રાખનારા યુવાનને કુહાડી બતાવીને ૩ શખ્સોએ આપી મારી નાખવાની ધમકી
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામથી આગળના ભાગમાં જઈ રહેલા યુવાનને કારખાનાનું કામ રાખેલ છે તે બાબતે ખાર રાખીને ત્રણ શખ્સો દ્વારા તેને રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામે રહેતા ભરતભાઈ રાણાભાઈ મકવાણા જાતે આહીર (ઉમર ૩૨) ને મેસરીયા ગામના બોર્ડથી આગળના ભાગમાં ગેલાભાઈ મોતીભાઈ આલ, મુન્નાભાઈ હામાભાઇ હણ રહે. બંને રંગપર તાલુકો વાંકાનેર અને તેની સાથે રહેલ એક અજાણ્યા શખ્સે રોકીને કુહાડી બતાવીને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા ભરતભાઈ મકવાણાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગેલાભાઈ આલ સહિતના ત્રણેય સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે તેઓએ નવા બનતા કારખાનામાં કામ રાખેલ છે જે ગેલાભાઈ આલને સારું નહીં લાગતા તે બાબતનો રોષ રાખીને તેઓએ કુહાડી બતાવી હતી અને અન્ય બે શખ્સોએ સિલ્વર કલરની કારમાં આવીને તેને ઊભો રાખીને ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ગેલાભાઈ આલએ ધમકી આપી હતી જેથી પોલીસે ભોગ બનેલા ભરતભાઈની ફરિયાદ લઈને આરોપીઓ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
અકસ્માત
માળીયા હળવદ નેશનલ હાઈવે ઉપર અણીયાળી ટોલનાકાની બાજુમાં હળવદ બાજુથી ગોરાપીરની જગ્યા પાસેથી પસાર થતો ટ્રક નંબર જીજે ૧૨ બીએકસ ૪૩૬૦ ના ચાલક બજરંગબલીભાઈ યાદવ રહે. હાલ સામખયારી ગુજરાત લોજીસ્ટીક કંપની તાલુકો ભચાઉ મૂળ રહે યુપી વાળાએ પોતાના હવાલા વાળી ટ્રક બેફીકરાઈથી ચલાવીને જોરદાર બ્રેક મારી હતી જેથી ટ્રક રોડની સાઈડમાં આવેલ ગટરમાં પલ્ટી મારી ગયો હતો અને આ બનાવમાં ટ્રકચાલકને તેમજ તેની સાથે રહેલા ક્લીનરને નાના મોટી ઈજાઓ થઈ હતી જે બનાવ સંદર્ભે હાલમાં ગુલાબભાઈ અલ્લારખાભાઈ સમેજા જાતે મુસ્લિમ (૪૫) રહે. ભચાઉ વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે