માળિયા (મી.) તાલુકા આમ આદમી પાર્ટીના પ્રમુખ પદે મહેશભાઈ એ. સનારીયા
મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન
SHARE









મોરબીમાં ઘડિયા લગ્ન માટે જ્ઞાતિ, સંગઠનો અને સમાજના આગેવાનોને કાંતિભાઈનું આહ્વાન
મોરબી માળીયાના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ કોરોનાના વિષમ કાર્ડમાં દવાખાનાઓમાં દવા, દસ હજારથી વધારે વડીલોને અક્ષરધામ દર્શન, સરદાર સરોવર પ્રવાસ, મોરબીના સૌથી મોટા નવરાત્રી મહોત્સવ વિનામૂલ્યે આયોજન, ૨૦૦ થી વધારે ક્રિકેટ ટીમોને કીટ, અતિવૃષ્ટિમાં ગોઠણ સમા પાણીમાં પ્રજા સાથે રહીને કામ, ભૂકંપ અસરગ્રસ્તો માટે સમગ્ર વિસ્તારની પદયાત્રા કરેલ છે ત્યારે વર્તમાન સમયની માંગને ધ્યાને લઈને ઘડિયા લગ્ન અથવા મર્યાદિત સંખ્યામાં મર્યાદિત ખર્ચમાં લગ્ન સંપન્ન કરવા માટે કાંતિભાઇ અમૃતિયાએ પહેલ કરી છે અને ઉમા ટાઉનશીપ મુકામે પોતાના તરફથી ભોજન, મંડપ તેમજ અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવીને બંને પક્ષના મળીને વધુમાં વધુ ૧૦૦ વ્યક્તિઓની મર્યાદામાં અવસર ઉજવાય તેવી વ્યવસ્થા કરી છે જેથી કરીને વિવિધ જ્ઞાતિ સમુદાયના સંગઠનો સમૂહ લગ્ન સમિતિઓ તથા સેવાકીય કાર્યોના અગ્રેસર આગેવાનોને કાંતિભાઈએ કરેલા આયોજનની જાણ થાય અને આવશ્યકતા ધરાવનાર લોકોઆનો લાભ લે તે માટે આગળ આવવા આહ્વાન કર્યું છે
