માળીયા (મી)ના જુના ઘાટીલા ગામે વય વંદના આયુષ્માન કાર્ડ માટે કેમ્પ યોજાયો વાંકાનેરના મેસરિયા ગામે મોદી સરકારના 11 વર્ષ નિમિત્તે વય વંદના નોંધણી અભિયાન કાર્યક્રમ યોજાયો મોરબીમાં સગીરાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર આરોપીને આજીવન કેદની સજા: 25 હજારનો દંડ મોરબી 602 જમીન કૌભાંડમાં પકડાયેલ મહિલા સહિતના બે આરોપી રિમાન્ડ પૂરા થતાં જેલ હવાલે મોરબી : ચતુર્માસ દરમિયાન કેમ શુભ કાર્યો નથી કરાતા જાણો શાસ્ત્રી કૃષ્ણચંદ્ર દવેનું કથન મોરબીમાં કન્યા છાત્રાલય અને નાની કેનાલ રોડનું કામ ન થાય તો આગામી ચૂંટણીના ભજીયા નહીં કજીયા થશે: સ્થાનિક લોકોને ચીમકી મોરબીની બોરીયાપાટી વિસ્તારમાં પાણી-ભૂગર્ભની લાઈનના પગલે રસ્તા ચાલવા લાયક ન હોય સમારકામ કરવા રજૂઆત મોરબી : વવણીયાના મશહૂર પીર સૈયદ સેવન સારકાર સેવનના ઉર્ષ મુબારકની તાડામાર તૈયારીઓ
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે એક કરોડના ખર્ચે લાઈફ  સંસ્થા બનાવશે અધ્યતન પ્લોટ શાળા


SHARE

















મોરબીના ઘુંટુ ગામે એક કરોડના ખર્ચે લાઈફ  સંસ્થા બનાવશે અધ્યતન પ્લોટ શાળા

મોરબીમાં વર્ષ ૨૦૦૧ માં ભૂકંપ થયો ત્યારથી પ્રોજેકટ લાઈફ દ્વારા દર ૭૫ માં દિવસે એક અદ્યતન, આધુનિક પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં ૯૯ શાળાઓ પ્રોજેક્ટ લાઈફ દ્વારા નવ નિર્મિત થઈ છે અને ઘૂંટુ પ્લોટ શાળા ૧૦૦ મી શાળા અને મોરબી જિલ્લાની ૨૫  મી શાળાની કોરોના કાળમાં ડિજિટલ શિલાન્યાસવિધિનો કાર્યક્રમ યોજાયો હતી

હાલમાં ઘુંટુ પ્લોટ શાળામાં ૪૦૦ જેટલા વિદ્યાર્થીઓ જુના જર્જરિત મકાનમાં અભ્યાસ કરતા હોય શાળાના નવા મકાનની ખુબજ જરૂરિયાત હોય, શાળાના આચાર્ય મનીષાબેન સાંણદીયા તેમજ શિક્ષકોએ લાઈફ સંસ્થાનો સંપર્ક કરતા સંસ્થાના કાર્યકર્તાઓએ સ્થળ મુલાકાત લઈ ઝવેરી એન્ડ કંપની, અમદાવાદ, સુરતનો લાઈફ સંસ્થાએ સંપર્ક કર્યો ઝવેરી કંપનીના મલિક સ્વ.પ્રાણજીવનભાઈ વિરજીભાઈ ઝવેરીનું પૈતૃક વતન ઘુંટુ ગામ હોય એમના પુત્રોએ શાળા બનાવી આપવા માટેની તૈયારી દર્શાવી પણ શાળા બનાવવા માટે જ્ગ્યા ઓછી પડતી હતી જેથી કરીને ગામના સરપંચ અને પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત દેવજીભાઈ પરેચાનો શાળાના સ્ટાફ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો અને શાળાની બાજુમાં જ છગનભાઈ ઉકાભાઈ પરેચા અને મુળજીભાઈ ત્રિભોવનભાઈ કૈલાની ખુબ જ કિંમતી જમીન આવેલી હોય દેવજીભાઈ પરેચાના પ્રયાસોથી બંને દિલેર દાતાઓએ જમીન શાળાને દાન આપી દીધી હતી

તેમજ ગામના અને આજુબાજુ સીરામીક કંપની જેવી કે નિલસન સીરામીક, રેસા સેનેટરી, ઓરિન્ડા સીરામીક, લલિતભાઈ નારણભાઈ કૈલા, અરવિંદભાઈ સોરીયા, ઓક્ટિવા સીરામીક, સિમ્પોલો સીરામીક, લાયકોસ સીરામીક, કમાન્ડર સીરામીક, ભરતભાઈ પરેચા, ઈકો બાથ સેનેટરી, સિલિકેટ સીરામીક, સ્માર્ટ માર્બલ,વિનોદભાઈ ધોરીયાણી વગેરે ઉધોગપતિઓએ શાળાની શાળાના બિલ્ડીંગ સિવાયની અન્ય જરૂરી સુવિધાઓ માટે આર્થિક યોગદાન આપ્યું હતું અને ડિજિટલ શિલાન્યાસવિધિ યશ ઝવેરીના અધ્યક્ષ સ્થાને અને બી.એમ.સોલંકી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી કિરીટ વસા અમદાવાદના મુખ્ય મહેમાન પદે સી.સી.કાવર ટીપીઈઓ અને પરસોત્તમભાઈ કૈલા માર્કેટિંગ યાર્ડ મોરબીના અતિથિ વિશેષ પદે સૌએ વર્ચ્યુઅલ હાજરી આપી શુભેચ્છા સંદેશ આપ્યો હતો તેમજ કૌશલ્યાબેન વાઘેલા મેમ્બર ઓફ પાર્લામેન્ટ ઓસ્ટ્રેલિયા પણ ડિજિટલ માધ્યમથી શિલાન્યાસવિધિમાં જોડાયા હતા.

શિશિકાન્ત કોટિચા ચેરમેન લાઈફે પણ ઓનલાઈન શુભેચ્છા સંદેશ આપ્યો હતો.ઋષિકેશ પંડ્યાએ સમગ્ર ડિજિટલ પ્રોગ્રામનું સંચાલન કર્યું હતું સ્થળ પર દેવજીભાઈ પરેચા સરપંચે શાસ્ત્રોક્તવિધિથી ભૂમિ પૂજન કર્યું હતું બાળાઓએ વર્ચ્યુઅલ માધ્યમથી સુંદર મજાના સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.લાઈફ સંસ્થાને ઘૂંટુ લાવવામાં દિનેશભાઈ વડસોલા અધ્યક્ષ અને કિરીટભાઈ દેકાવડીયા ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી અને લાઈફના સલીમભાઈ તેમજ તેમની ટીમે ખુબજ ટૂંકા ગાળામાં વારંવાર ગામ અને શાળાની મુલાકાત લઈ વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરવામાં ખુબજ જહેમત ઉઠાવી હતી.




Latest News