મોરબીના ઘુંટુ ગામે એક કરોડના ખર્ચે લાઈફ સંસ્થા બનાવશે અધ્યતન પ્લોટ શાળા
મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના હોદેદારોનું કરાયું સન્માન
SHARE









મોરબી રાજપૂત કરણી સેના દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના હોદેદારોનું કરાયું સન્માન
મોરબીના શનાળા રોડ ઉપર આવેલ એ.કે. કોમ્યુનિટી હોલ ખાતે શ્રી રાજપુત કરણી સેના મોરબી જિલ્લા અને શહેર દ્વારા પત્રકાર એસોસિયેશન-મોરબીના નવનિયુક્ત હોદેદારોના સન્માન માટેનો કાર્યક્ર્મ યોજાયો હતો જેમાં પત્રકાર એસોસિયેશનના પ્રમુખ અતુલભાઈ જોષીનું રાજપૂત કરણી સેનાના જિલ્લાના પ્રમુખ દેવેન્દ્રસિંહ દ્વારા તલવાર અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું અને તેમજ ત્રી રવિભાઈ ભડાણીયા, સહમંત્રી ચંદ્રેશભાઈ ઓધવીયા, ખજાનચી જીજ્ઞેશભાઈ ભટ્ટ, કારોબારી સભ્ય રાજેશભાઈ અંબાલિયા, રવિભાઈ મોટવાણી, હિમાંશુભાઈ ભટ્ટ તેમજ સિનિયર પત્રકાર પ્રવીણભાઈ વ્યાસ અને સુરેશભાઈ ગોસ્વામીનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું આ તકે રાજપુત કરણી સેના મોરબી જિલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા, મોરબી શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજા, માળીયા તાલુકા પ્રમુખ રવીરાજસિંહ જાડેજા અને રાજપૂત કરણી સેના મોરબી જિલ્લા અને શહેરની ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદેદારોને શુભકામનાઓ પાઠવી હતી.
