માળીયા તાલુકા રાષ્ટ્રીય પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા કર્તવ્ય બોધ દિવસ ઉજવાયો
કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનારા શખ્સનો ભાઈ મોરબીથી ઝડપાયો
SHARE









કિશન ભરવાડની હત્યા કરવા માટે હથિયાર આપનારા શખ્સનો ભાઈ મોરબીથી ઝડપાયો
કિશન ભરવાડ નામના યુવાનની ધંધુકા ગામે વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવી હતી. અને હત્યારાને હથિયાર આપનારો રાજકોટના અજીમ સમાને પકડવા માટે કવાયત કરવામાં આવી રહી છે તેવામાં પોલીસે હાલમાં મોરબીથી અજીમ સમાના ભાઈને ઝડપી લીધો છે અને તેને મોરબી બી ડિવિઝન પોલીસે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોપી આપેલ છે
ગત 6 જાન્યુઆરીએ મૃતક કિશને ફેસબુક પર ધાર્મિક લાગણી દુભાય એવી પોસ્ટ મુકી હતી. જેની 9 તારીખે ફરિયાદ થઈ હતી અને કાર્યવાહી થઈ હતી. આ પોસ્ટને ધ્યાનમાં રાખી આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી છે અને 25 જાન્યુઆરીએ કિશન ભરવાડની ફાયરિંગ કરીને હત્યા કરવામાં આવી હતી. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો નોંધી પોલીસે બે આરોપીઓની ધરપકડ અગાઉ કરી છે અને આરોપી શબ્બીરે ફાયરિંગ કર્યું હતું તે સમયે ઈમ્તિયાઝ બાઇક ચલાવતો હતો. જો કે, આરોપી શબ્બીરે જે હથિયારમાંથી ફાયરિંગ કર્યું હતું તે તેને રાજકોટના અજીમ સમા નામના શખ્સે આપ્યું હતું જેથી કરીને તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેને રાજકોટ, વાંકાનેર અને મોરબીમાં શોધી રહી છે જો કે, હજુ સુધી અજીમ સમા ઝડપાયો નથી જો કે, મોરબી બી ડિવિઝન પોલીસે અજીમ સમાના ભાઈ વસીમ સમાને ઝડપી લીધો હતો અને તેને હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે
