મોરબી જીલ્લામાં સોમવારે કોરોના ૧૨૧ કેસ: એક્ટિવ કેસની સંખ્યા ૧૧૭૧
મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
SHARE









મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને કરેલા આપધાતના પ્રયાસમાં આરોપીની આગોતરા જામીન અરજી મંજુર
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નાણા ધિરનાર અધિનિયમ તથા ભારતીય દંડ સહિતા હેઠળ ફરીયાદ નોંધાયેલ હતી જે ફરીયાદમાં ફરિયાદીએ આરોપી પાસેથી વ્યાજે પૈસા લીધેલ હતા અને તે પૈસા પરત આપી દીધેલ હોય તેમ છતાં પણ પૈસાની ઉધરાણી કરતાં હોય તેવી ફરીયાદ નોંધાવી હતી
મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટમાં આરોપી આશીષ ધીરૂભાઈ વિરડાની આગોતરા જામીન અરજી દાખલ કરેલ હતી અને આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ. ગરચર રોકાયેલ હતા અને તેને દલીલ કરી હતી તેમ જણાવ્યું હતું કે, આરોપીએ આવા કોઈ પૈસા આપેલ ન હોય અને જાનથી મારી નાખવાની કોઈ ધમકી આપેલ નથી આ બનાવમાં આરોપી સીધી કે આડકતરી રીતે કોઈ ભાગ ભજવેલ નથી તેમજ હાઈકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના વિવિધ ચકાદાઓને ધ્યાને લઈ આરોપીને આગોતરા જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ હતી અને આરોપીને શરતી જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કરેલ છે આ કેસમાં આરોપી તરફે મોરબીના ધારાશાસ્ત્રી કાનજી એમ.ગરચર તથા અનિલ આર. ગોગરા રોકાયેલ હતાં
