ગુજરાત રાજ્યના એસ.ટી. કર્મચારી મહામંડળના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની સર્વાનુમતે વરણી
માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
SHARE









માળીયા (મી)ના ઘાટીલા પાસેથી ૧૦૮ બોટલ દારૂ-૭૨ બિયરના ટીન સહિત ૩.૪૭ લાખના મુદામાલ સાથે એકની ધરપકડ
માળીયા તાલુકાનાં ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે પસાર થતી ગાડીને રોકીને પોલીસે ચેક કરી હતી ત્યારે તે ટવેરા કારમાથી ઇંગ્લીશ દારૂની ૧૦૮ બોટલ અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩.૪૭ લાખના મુદામાલ સાથે હાલમાં એક આરોપીની ધરપકડ કરેલ છે
મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ દારૂની બદીને નાબૂદ કરવા સુચના આપેલ છે જેથી કરીને માળીયા તાલુકા પોલીસની ટીમ વોચમાં હતી ત્યારે ઘાટીલા ગામથી વેજલપર ગામ જવાના રસ્તે પુલ પાસે કારમાં વિદેશીદારૂ તથા બીયર ટીનની હેરાફેરી કરતા એક આરોપીને વિદેશીદારૂ તથા બીયરના જથ્થા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો અને તેની માહિતી આપતા માળીયા પોલીસે જણાવ્યુ હતુ કે, નિઝામભાઇ હૈદરભાઇ જેડા જાતે મિયાણા (ઉ.૨૭) રહે. હાલ- વીસીપરા મદીના સોસાયટી મોરબી-૨ મુળ રહે. કુંભારવાડા હાઉસીંગ બોર્ડ ક્વાટર નં -૩૦૨ ની બાજુમાં ભાવનગર વાળની ગાડીમાંથી ભારતીય બનાવટની પરપ્રાંતીય વિદેશી દારૂની ૧૦૮ બોટલો મળી આવી હતી અને ૭૨ બિયરના ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે ૩,૪૭,૭૦૦ નો મુદામાલ કબ્જે કરેલ છે આ કામગીરી પીએસઆઈ એન.એચ.ચુડાસમા, ક્રિપાલસિંહ ચાવડા, રણજીતસિંહ રોહડીયા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ, મહેન્દ્રસિંહ ચુડાસમા અને શામજીભાઇ ઉઘરેજાએ કરી હતી
