વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા (મિં.) ના નાના દહિંસરા ગામે દારૂની ૭૨ બોટલ પકડાઇ, આરોપીની શોધખોળ ચાલુ


SHARE







માળીયા (મિં.) ના નાના દહિંસરા ગામે દારૂની ૭૨ બોટલ પકડાઇ, આરોપીની શોધખોળ ચાલુ

મોરબીના માળિયા મિંયાણા તાલુકાના નાના દહિંસરા ગામે જીનામ મંદિર જવાના રસ્તે બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે માળીયા પોલીસે ત્યાં રેડ કરતા બાવળની કાંટમાંથી ૭૨ બોટલ દારૂ મળી આવ્યો હતો અને એક ઇસમનું નામ ખૂલતા હાલ તેની સામે ગુનો નોંધીને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

માળીયા મિંયાણા પોલીસ મથકના પીએસઆઈ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફને બાતમી મળી હતી કે નાના દહિંસરા ગામે આવેલ જીનામ મંદિર જવાના રસ્તે આવેવ અવાવરૂ વિસ્તારમાં બાવળની કાંટમાં દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે જેથી કરીને પોલીસે ત્યાં રેડ કરી હતી અને ત્યાંથી પોલીસને ૭૨ બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ૨૭ હજારની કિંમતના દારૂના જથ્થાને જપ્ત કરેલ છે. ૭૨ બોટલ દારૂમાં ઈરફાન અલી સુમરા સંધી રહે.નાના દહિંસરા વાળાનું નામ ખૂલતા હાલ તેને વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેની શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રો તરફથી જાણવા મળેલ છે.

યુવાન રાજકોટ ખસેડાયો

માળીયા મિંયાણા તાલુકાના સુલતાનપુર ગામે રહેતા જયસુખભાઇ જયંતીભાઈ સિંચણોદા નામના ૨૦ વર્ષીય યુવાને કોઈ અકળ કારણોસર પોતાના ગળે જાતે બ્લેડ મારતા ગળાના ભાગે ઈજાગ્રસ્ત હાલતમાં જયસુખભાઈને સારવાર માટે અહીંની સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો જયાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઈજા

સુરેન્દ્રનગરના દુધરેજ તાલુકાના મોટા અંકેવાળીયા ગામે રહેતો સુરેશ ઈશ્વરભાઈ પટેલ નામનો ૪૮ વર્ષીય યુવાન પોતાના ગામ મોટા અંકેવાળીયાથી હળવદ બાજુ આવતો હતો ત્યારે હળવદના કવાડીયા ગામ પાસે તેનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રત સુરેશભાઇ પટેલને સારવાર માટે અત્રેની આયુષ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.જ્યારે વાંકાનેરના વીસીપરા વિસ્તારમાં રહેતા જબુબેન બચુભાઈ અંબાસણીયા નામના ૭૪ વર્ષીય વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને ચોટીલા હાઈવે ઉપરથી જતા હતા ત્યાં નવાગામ પાસે તેઓ બાઇકના પાછળથી નિચે પડી જતાં જબુબેન અંબાસણીયાને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.




Latest News