માળીયા (મી)ના ખીરઈ નજીકથી ૭૨ બોટલ દારૂ-૧૨૦ બીયર ભરેલ કાર સાથે એક પકડાયો
મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત
SHARE









મોરબીમાં મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને વીજ કંપનીના કર્મચારીએ કર્યો આપઘાત
મોરબી શહેરના સનાળા રોડ પર આવેલ ભરતનગરમાં રહેતા અને વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા કર્મચારીએ મચ્છુ-૩ ડેમમાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો અને તેનું બાઈક ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી કરીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા તાલુકા પોલીસે તરવૈયાઓને બોલાવીને આપઘાત કરી લેનાર કર્મચારીની બોડીને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને હાલમાં આપઘાતના બનાવની તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીની અવધ સોસાયટી શેરી નંબર-૪ માં રહેતા અશ્વિનભાઈ ભાણજીભાઈ વામજા (ઉંમર ૪૫) એ મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી કે, મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ભરતનગરમાં રહેતા તેઓના ભાઈજીના દીકરા ભાઈ રાજેશભાઈ ઓધવજીભાઈ વામજા (ઉંમર ૪૫) વીજ કંપનીમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવી રહ્યા છે અને ગત તા. ૩૧ રોજ સવારે સાત વાગ્યે ઓફિસે જવાનું કહીને તે ઘરેથી નીકળ્યા હતા ત્યારબાદ તે ઓફિસે પહોંચ્યાં ન હતા જેથી તેને શોધવા માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી અને તેનું બાઇક જીજે ૩ ઈજી ૧૯૩૮ મચ્છુ-૩ ડેમ પાસેથી મળી આવ્યું હતું જેથી આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસે તરવૈયાને બોલાવીને ડેમના પાણીમાં શોધખોળ કરતાં પાણીમાંથી રાજેશભાઈ ઓધવજીભાઈ વામજાની લાશ મળી આવી હતી જેથી તેની બોડીને પીએમ માટે મોરબી સિવિલે ખસેડવામાં આવી હતી અને પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના મનીષ બારૈયા કરી રહ્યા છે
