મોરબીના જેતપર પીપળી રોડ પરથી શંકાસ્પદ બે લેપટોપ અને નવ મોબાઈલ સાથે ચાર શખ્સ ઝડપાયા
મોરબી બી ડિવિજન પોલીસની બે રેડ : દારૂ બિયરની ૧૩૬ બોટલો સાથે ત્રણ ઝડપાયા
SHARE









મોરબી બી ડિવિજન પોલીસની બે રેડ : દારૂ બિયરની ૧૩૬ બોટલો સાથે ત્રણ ઝડપાયા
મોરબી સીટી બી ડિવિજન પોલીસ સ્ટાફ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ભડીયાદ રોડ ઉપર સાયન્સ કોલેજના મેદાન નજીકથી પેટ્રોલીંગ દરમ્યાન પસાર થતો હતો ત્યારે બે ઈસમો શંકાસ્પદ જણાતા તેઓને અટકાવીને તેમની ઝડતી લેવામાં આવતા તેઓની પાસેથી બિયરના ૨૨ ટીન મળી આવ્યા હતા અને તેઓ આ જથ્થો કોની પાસેથી લાવ્યા..? તે અંગે પોલીસ દ્રારા આગવી ઢબે પુછપરછ કરવામાં આવતા તેઓએ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા ગરાસિયા શખ્સનું નામ આપતા પોલીસે બાદમાં ત્યાં રેડ કરી હતી ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડમાંહે રણાંક મકાનની અંદરથી વધુ દારૂ-બિયરનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે ઘરની અંદર રેડ કપી ત્યારે ઘરમાંથી ૯૫ બિયરના ટીન અને દારૂની ૧૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે દારૂના જથ્થા સાથે હાલમાં વધુ એક શખ્સની ધરપકડ કરેલ છે અને તેની પાસે દારૂ-બીયરનો આ જથ્થો ક્યાંથી આવ્યો..? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.
જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના સામાકાંઠે આવેલ ભડીયાદ રોડ ઉપરની સાયન્સ કોલેજના પાછળના ગ્રાઉન્ડ વિસ્તારમાં મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં ત્યાંથી નીકળેલા બીપીન ગોરધન મજેઠીયા પ્રજાપતિ (૩૪) રહે.વિદ્યાનગર સોસાયટી ભડીયાદ રોડ મોરબી-૨ અને અશોક કાંતિ મજેઠીયા પ્રજાપતિ (૩૭) રહે.સાયન્સ કોલેજ પાછળ વિદ્યાનગર ભડીયાદ રોડ મોરબી-૨ વાળાઓને અટકાવીને તેમની ઝડતી લેવામાં આવતા તેઓ પાસેથી બિયરના ૨૨ ટીન મળી આવ્યા હતા જેથી રૂપિયા ૨૨૦૦ ની કિંમતના બીયરના ૨૨ ટીન સાથે બિપીન મજેઠીયા અને અશોક મજેઠીયાની ધરપકડ કરવામાં આવી હતી અને તેઓએ આ જથ્થો મોરબીના સામાકાંઠે ગુજરાત હાઉસિંગ બોર્ડ રામેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતા રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા પાસેથી મેળવ્યો હોવાનું પોલીસને જણાવ્યું હોય પોલીસે બાદમાં શહેરના સામાકાંઠે મહારાણા પ્રતાપ સર્કલ પાસે આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રામેશ્વર મહાદેવ મંદિરની પાસે રહેતા રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયા દરબાર (૩૦) ના મકાનમાં રેડ કરી હતી.તે સમયે પોલીસને ઘરમાંથી બીયરના ૯૫ ટીન તેમજ જુદી-જુદી બ્રાન્ડની દારૂની કુલ ૧૯ બોટલો મળી આવી હતી જેથી કરીને પોલીસે ૧૭,૭૩૦ રૂપિયાની કિંમતનો દારૂ-બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને ઘરમાંથી રાજદીપસિંહ સરવૈયા જાતે દરબાર (ઉંમર ૩૦) રહે.રામેશ્વર મંદિર પાસે હાઉસિંગ બોર્ડ વાળા મળી આવતા તેની પણ ધરપકડ કરેલ છે.તેમજ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબીશન એક્ટ હેઠળ ઉપરોકત ત્રણેય સામે ગુનો નોંધીને તેઓની પાસેથી મળી આવેલ કુલ ૧૩૬ બોટલ દારૂ-બિયરનો જથ્થો ક્યાંથી આવ્યો..? તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરેલ છે.
આધેડ સારવારમાં
માળિયા-મિંયાણાના જુના ઘાંટીલા ગામે રહેતા નાનાલાલ રાજારામ વ્યાસ નામના ૫૫ વર્ષીય આધેડ મોરબીના વીસી ફાટક પાસે પગપાળા જતા હતા ત્યાં ગાડી ચાલકે તેમને હડફેટે લેતાં ઇજાગ્રસ્ત નાનાલાલભાઈને આયુષ હોસ્પિટલે સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના સબ જેલ ચોક સામેના વિસ્તારમાં રહેતા રાધાબેન મંગાભાઈ વાઘેલા નામના ૫૦ વર્ષીય મહિલા રવાપર રોડ ઉપરની બીઓબી બેંક પાસે હતા ત્યાં કોઈની સાથે બોલાચાલી થયા બાદ ઝઘડો મારામારી થતાં ઇજાગ્રસ્ત રાધાબેનને સારવાર માટે સિવિલે લઈ જવાયા હતા.તેમજ રાજકોટના શિવપાર્ક બ્રહ્મસમાજ વિસ્તારમાં રહેતા દમયંતીબેન નટવરભાઈ પરમાર નામના ૩૦ વર્ષીય મહિલાને રાજકોટના રૈયા રોડ ઉપર વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થતાં દમયંતીબેન પરમારને સારવારમાં મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા
