વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ !, વર્તમાન જ બોડી યથાવત
SHARE
વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ !, વર્તમાન જ બોડી યથાવત
મોરબી જીલ્લાના વાંકાનેર માર્કેટ યાર્ડની આગાઉ મતગણતરી કરવામાં આવી છે જો કે, હાઈકોર્ટમાં પીટીશન કરવામાં આવેલ છે માટે ૩૧ મતની ગણતરી હજુ થયેલ નથી જેથી ફાઇનલ પરિણામ આવેલ નથી અને ત્યાં વહીવટદાર મૂકવામાં આવે તેવી હિલચાલ કરવામાં આવી હતી જો કે, વર્તમાન શાસકોએ અગમચેતી રાખીને તે મુદે હાઇકોર્ટમાં પિટિશન કરવામાં આવી હતી અને હાઈકોર્ટે જયાં સુધી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તા ઉપર રહેશે તેવો આદેશ કરેલ છે જેથી વાંકાનેર માર્કેટ યાર્ડમાં વહીવટદાર નહિ મુકાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તામાં યથાવત રહેશે
મોરબી જિલ્લામાં આવતા વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં વર્ષોથી કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારો ચૂંટણીમાં વિજય મેળવતા આવ્યા છે જોકે આ વખતેની ચુંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે કાંટે કી ટક્કર હતી અને જાન્યુઆરી તા. ૧૨ ના રોજ મત ગણતરી કરવામાં આવી હતી પરંતુ ખેડૂત પેનલના કુલ ૨૧ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે અને ચૂંટણી પહેલા હાઇકોર્ટની અંદર મતદારોને લઈને પીટીશન કરવામાં આવી હતી અને જુદી જુદી ત્રણ પીટીશનના લીધે જુદીજુદી ત્રણ મંડળીઓના કુલ મળીને ૩૧ મતો હજુ સુધી ખોલવામાં આવેલ નથી અને આગામી તા ૩ ની મુદત છે ત્યારે કોર્ટના હુકમના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે
જો કે, યાર્ડની વર્તમાન બોડીની મુદત પૂરી થયા પછી ત્યાં વહીવટદારને મૂકવા માટેની ગતિવિધિ કરવામાં આવી હતી જો કે, વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન શાસકોએ અગમચેતી રાખીને આ મુદે હાઇકોર્ટમાં પિટિશન કરી હતી જેથી હાઈકોર્ટે દ્વારા જયાં સુધી યાર્ડની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ ન થાય ત્યાં સુધી વર્તમાન બોડી સત્તા ઉપર રહેશે તેવો આદેશ કરેલ છે જેથી કરીને હાઇકોર્ટમાંથી ૩૧ મત માટે ફાઇનલ આદેશ કરવામાં આવે ત્યાર પછી મત ગણતરી પૂરી થાય પછી જ વાંકાનેર માર્કેટ યાર્ડનું પરિણામ જાહેર થશે અને જયાં સુધી ફાઇનલ પરિણામ નહિ આવે ત્યાં સુધી વાંકાનેર માર્કેટ યાર્ડના વર્તમાન શાસકો સત્તા ઉપર રહેશે અને વાંકાનેર માર્કેટ યાર્ડનો વહીવટ કરશે