મોરબીની નવયુગ મહિલા સાયન્સ કોલેજની બે વિદ્યાર્થિનીઓએ હાંસેલ કર્યો ગોલ્ડ મેડલ
ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત
SHARE









ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત
ટંકારાના સજનપર ગામથી મોરબી અને જડેશ્વર જવા માટેનો રસ્તો બિસ્માર છે જેથી કરીને વાહન ચાલકો સહિતના હેરાન થાય છે ત્યારે રવાપરથી સજનપર થઈને જડેશ્વર સુધી જતાં રસ્તાને રીપેર કરવાની સજ્જનપર ગ્રામ પંચાયત દ્વારા રાજ્યના માર્ગ મકાન વિભાગના મંત્રી પૂર્ણેશકુમાર મોદીને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, રવાપરથી જડેશ્વર સુધીનો ૨૦ કિલો મીટરનો રસ્તો પાંચ વર્ષ પહેલા બનેલ હતો. આ રોડ હાલમાં ડામર શોધવો પડે તેવો થઈ ગયો છે જેથી કરીને લોકોને વાહન લઈને ત્યાંથી નીકળવું માથાના દુઃખાવા સમાન બની ગયું છે માટે તાત્કાલીક આ રોડને રીપેર કરવાં આવે તેવી માંગ કરેલ છે
