ટંકારાની સજ્જનપર ગ્રામ પંચાયત જડેશ્વર રોડ રીપેર કરવા મંત્રીને કરી રજૂઆત
માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૨૨ મોટી બરારની મોડેલ સ્કૂલ ખાતે યોજાયો
SHARE









માળીયા તાલુકા કક્ષાનો કલા મહાકુંભ-૨૦૨૨ મોટી બરારની મોડેલ સ્કૂલ ખાતે યોજાયો
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ-ગાંધીનગર દ્વારા પ્રેરિત કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ- ગાંધીનગરના ઉપક્રમે જિલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી મોરબી આયોજિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત માળીયા (મી) તાલુકા કક્ષાના કલા મહાકુંભ -૨૦૨૨ ની ઉજવણી મોડેલ સ્કૂલ- મોટી બરાર ખાતે કરવામાં આવી હતી જેમાં માળીયા તાલુકાની શાળાઓના કુલ ૨૨ વિદ્યાર્થીઓએ ચિત્રકામ, વકતૃત્વ સ્પર્ધા, નિબંધલેખન અને એકપાત્રીય અભિનય સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાં મોડેલ સ્કૂલ મોટી બરારના વિદ્યાર્થીઓનું ઉત્કૃષ્ટ પ્રદર્શન જોવા મળ્યું હતું વકતૃત્વ સ્પર્ધામાં પ્રથમ તેજસ્વી કાનગડ, બીજા ક્રમે બોરિચા નેન્સી વિજેતા થયેલ છે અને ૧૫ થી ૨૦ વર્ષની કેટેગીરીમાં ખડોલા વંશિકા વિજેતા થયેલ છે આવી જ રીતે ચિત્રકામ સ્પર્ધામાં પ્રથમ ઝાલા ઉર્વશી, બીજાક્રમે ખડોલા માનસી, તૃતીય ક્રમે ચાવડા શ્રુતિ વિજેતા થયેલ છે અને ૧૫ થી ૨૦ વર્ષમાં પ્રથમ નર્મદા ઝાલા, બીજા ક્રમે રાઠોડ સુરતી અને ત્રીજા ક્રમે ઝાલા પ્રિયંકા વિજેતા થયેલ છે અને નિબંધ લેખન સ્પર્ધામાં માનસી કુબાવત, સરવૈયા નંદની, ડાંગર ધરતી, ડાંગર અવની, ડાંગર નિલમ, ડાંગર યશ્વી વિજેતા થયેલ છે. તો એકપાત્રિય અભિનયમાં કાનગડ ધ્રુવિશા, બોરિચા દર્શના, ડાંગર પ્રાંજલ, બાલાસરા બંસી વિજેતા થયેલ છે અને તમામ વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવેલ છે આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત યુવા વિકાસ અધિકારી નિરતીબેન અંતાણી, તજજ્ઞ નિર્ણાયક ડૉ.નિરવભાઈ રાવલ તથા રૂપેશભાઈ પરમાર હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા મોડેલ સ્કૂલના આચાર્ય ભરતભાઈ વીડજા અને તેની ટીમે કરેલ હતી
