મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે સરકારી શાળામાં પક્ષી-અબોલજીવના જીવ બચાવવા અનોખી સ્પર્ધા યોજાઇ


SHARE













મોરબીના નાની વાવડી ગામે સરકારી શાળામાં પક્ષી-અબોલજીવના જીવ બચાવવા અનોખી સ્પર્ધા યોજાઇ

મકરસંક્રાંતિના દિવસે પતંગ દોરાની મોજ માણ્યા બાદ લોકો આડેધડ દોરા ગૂંચ તેમજ કપાયેલા પતંગની દોરીઓ ફેંકી ડેટા હોય છે જે અવારનવાર પક્ષીઓ અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થતી હોય છે ત્યારે દોરીઓ પક્ષી કે અબોલ જીવ માટે જીવલેણ સાબિત ન થાય તેવા હેતુ સાથે મોરબી નજીક નાની વાવડી ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાની અંદર એક અનોખી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ શાળાની અંદર અભ્યાસ કરતાં ધોરણ ૧ થી ૮ ના તમામ વિદ્યાર્થીઓને ગામમાં પોતાના ઘરની આસપાસમાં કોઈ પણ જગ્યાએ દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા પડ્યા હોય તો તે એકત્રિત કરીને શાળાએ લાવવા માટે કહેવામાં આવ્યું હતું અને આ સ્પર્ધાની અંદર શાળાના મોટાભાગના બાળકોએ ભાગ લીધો હતો અને નાની વાવડી ગામના જુદા જુદા વિસ્તારમાં રહેતા બાળકોએ પોતાના ઘરની આસપાસમાં તેમજ ધાબા ઉપર પડેલા દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા એકત્રિત કરીને શાળાએ પહોંચાડ્યા હતા અને તેમાં સૌથી વધુ દોરાની ગૂંચ જે વિદ્યાર્થીઓ લઈને આવ્યા હતા તેને વિજેતા જાહેર કરીને પ્રોત્સાહક ઈનામ આપીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા

વધુમાં આ શાળાના આચાર્ય હરેશભાઈ ગોહેલ તેમજ શિક્ષક અશોકભાઈ કાંજીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, દોરાની ગૂંચ અથવા  તો ક્પાયેલ દોરા પક્ષી કે અબોલ જીવ માટે જીવલેણ સાબિત ન થાય તે માટે આ અનોખી સ્પર્ધાનું આયોજન કર્યું હતું અને તેમાંથી વિદ્યાર્થીઓને પણ શીખવા અને જાણવા મળ્યું કે, મકરસંક્રાંતિના એક દિવસની ઉજવણી બાદ જે આડેધડ દોરીઓ ફેંકવામાં આવે છે તે અન્ય લોકો અને અબોલ જીવ માટે જીવલેણ સાબિત થવાની શક્યતા હોય છે માટે દોરાને એકત્રિત કરીને યોગ્ય જગ્યાએ મૂકવામાં આવે તો ઘણા જીવ બચાવી શકાય છે આ સ્પર્ધામાં ધોરણ-૧માં પડસૂબિયા વૈદ, ધોરણ ૨માં પડસૂબિયાદર્શધોરણ ૩માં સોનારા નિશાંતધોરણ ૪માં સિંધવ વૈભવ, ધોરણ ૫માં આદ્રોજા હેત, ધોરણ ૬ માં નટડાક દયારામ, ધોરણ ૭માં વાસાણી ધર્મ અને ધોરણ ૮માં રૂપાલા ધર્મ વિજેતા બનેલ છે. આ તમામ વિજેતા વિદ્યાર્થીઓને ઈનામ આપીને અન્ય સ્પર્ધાઓની અંદર પણ તે ભાગ લેવા માટે ઉત્સાહિત રહે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા




Latest News