મોરબીના નાની વાવડી ગામે સરકારી શાળામાં પક્ષી-અબોલજીવના જીવ બચાવવા અનોખી સ્પર્ધા યોજાઇ
મોરબીમાં બીમારી સબબ મૃત્યુ પામેલા આધેડના વાલી વારસને શોધવા કવાયત
SHARE









મોરબીમાં બીમારી સબબ મૃત્યુ પામેલા આધેડના વાલી વારસને શોધવા કવાયત
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોતની નોંધ કરવામાં આવી છે અને ભુપતભાઇ જોષી (ઉ.૫૦) રહે. મોરબી વાળાને મોરબી સરકારી હોસ્પિટલમાં બીમારી સબબ સારવારમાં લઈને આવ્યા હતા અને તા.૧/૨ ના રોજ ટૂંકી સારવારમાં તેનું મોત નીપજયું છે જેના વાલી વારસ મળી આવેલ નથી જેથી કરીને હાલમાં તેની ડેડ બોડીને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામા આવી છે અને બીનવારશી આધેડના વાલી વારસને શોધવા માટે પોલીસ કવાયત કરી રહી છે જો કે, વાલીવારસ મળી આવેલ ન હોય મરણ જનારની લાશ ઉપર માથે સફેદ-કાળા વાળ છે તેમજ સફેદ દાઢી તથા સફેદ મુછ છે અને જમણા હાથની કલાય પાસે બાવડા ઉપર જોતા છૂંદણાથી અવાચ્ચય નામ ત્રોફાવેલ છે જેથી આ આધેડના વાલી વારસને મોરબી એ ડિવિઝનના એચ.યુ.ગોહીલ (મો.૯૧૦૬૮૪૦૧૬૯) અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ફોન નંબર ૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા જણાવ્યૂ છે
