મોરબીમાં બીમારી સબબ મૃત્યુ પામેલા આધેડના વાલી વારસને શોધવા કવાયત
ટંકારાની એલીટ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી કુલદીપે બી.એસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
SHARE









ટંકારાની એલીટ ઇન્સ્ટીટ્યુટના વિદ્યાર્થી કુલદીપે બી.એસસીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો
“સફળતા એક દિવસમાં નથી મળતી,પરંતુ નક્કી કરી લો તો એક દિવસ જરૂર મળે છે.” આ પંક્તિને એલીટ પરિવારે સાર્થક કરેલ છે યુગ પરિવર્તનના જબરદસ્ત સંકલ્પ સાથે સત્ય, નિષ્ઠા તથા દ્રઢ મનોબળના સહારે સંકલ્પબદ્ધ બને, એવા વિચારની સાથે ચાલતી એલીટ ઇન્સ્ટીટ્યુટ આજે અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી રહી છે. અને તા. ૧/૨ ના રોજ યોજાયેલ 56th Annual Convocation Ceremony માં એલિટ બી.એસસી કોલેજના વિદ્યાર્થી કુલદીપ કુંભારવાડીયાને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયેલ છે. અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બી.એસસી મેથેમેટીક્સમાં સૌથી વધારે માર્કસ મેળવ્યા છે. તે બદલ એલીટ પરિવાર હર્ષની લાગણી અનુભવે છે. અને દરેક માતા-પિતાની મહેચ્છા હોય છે પરંતુ તે મહેચ્છાઓ દરેક માતા-પિતા પોતાના જીવનમાં સિદ્ધ કરી શકતા નથી, પરંતુ એલીટ પરિવારના સથવારે આવા કેટલાય વિદ્યાર્થીઓએ પોતાના લક્ષ્ય સાર્થક કર્યા છે ત્યારે એલીટ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના પ્રમુખ શૈલેષભાઈ ડી. કલોલા, પ્રિન્સિપાલ મિતલબેન અને એલીટ પરિવાર તરફથી વિદ્યાર્થીને અભિનંદન પાઠવવામા આવેલ છે
