ટંકારા, ધ્રોલ અને જોડિયા તાલુકામાં ચોરી કરનાર ગેંગેના પાંચ સાગરીત ૧.૪૪ લાખના મુદામાલ સાથે પકડાયા
મોરબી જિલ્લા એલસીબીને ચોટીલા પાસેથી ઝડપાયેલ બાયોડિઝલના વેચાણની તપાસ સોપાઈ
SHARE
મોરબી જિલ્લા એલસીબીને ચોટીલા પાસેથી ઝડપાયેલ બાયોડિઝલના વેચાણની તપાસ સોપાઈ
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી અનેક વખત દારૂની હેરફેરી કરતાં વાહનોને પકડવામાં આવેલ છે તેમાં આ તાલુકાનો હદમાંથી અગાઉ ઓઇલ ચોરી પકડ પકડાયેલ છે ત્યારે ચોટીલા હાઈવે પર જુદીજુદી બે હોટેલો પાસે ગેરકાયદે પેટ્રોલિયમ પ્રવાહી રાખીને તેનું વેચાણ કરવામાં આવે છે તેવી માહિતી રેન્જ આઈજી સુધી પહોચી હતી જેથી તેની સૂચનાથી મોરબીના ડીવાયએસપી અને વાંકાનેર તાલુકા પીએસઆઈએ ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૨૭.૪૧ લાખનો મુદ્દામાલ કબજે કરીને પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી અને બે આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે આ કેસની તપાસ મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈને સોપવામાં આવી છે અને પકડાયેલ પ્રવાહી બાયોડિઝલ હોવાનું સામે આવ્યું છે
રાજકોટના રેન્જ આઇ.જી. સંદીપસિંઘને મળેલ હકીકત આધારે મોરબીના ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાય અને વાંકાનેર તાલુકાનાં પીએસઆઈ પી.જી.પનારાની ટીમે વાંકાનેર બાઉન્ડ્રી ટોલનાકાથી ચોટીલા તરફ જવાના હાઇ-વે રોડ ઉપર આવેલ શેર એ પંજાબ હોટલ તથા નાગરાજ હોટલ પાસે રેડ કરી હતી ત્યારે ત્યાં ખાનગીમાં ગુપ્ત ટાંકો બનાવી ત્યાં ગેરકાયદે પેટ્રોલીયમ પ્રવાહી ભરવામાં આવ્યું હતું અને તેનુ વેચાણ કરવામાં આવી રહ્યું હતું જેથી પોલીસે જવલંતશીલ પેટ્રોલીયમ ૨૪૦૦ લિટર બે ટ્રક, એક કાર તથા બે મોબાઇલ સહિતનો કુલ ૨૭,૪૧,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને હાલમાં આરોપી કોડીંબા ધોડીબા વાઘમારે રહે. કુરૂંદાવાડી તાલુકો બસમત મહારાષ્ટ્ર, મારૂતી જયસીંગ નાગે રહે. હનુમાનનગર રોડ, ઇસ્લામપુર ગામ તાલુકો વાલ્વા મહારાષ્ટ્ર, સુરેશ વજાભાઇ ચોવીસીયા રહે. ખેરડી તાલુકો ચોટીલા સુરેન્દ્રનગર અને અનીતકુમાર અરૂણ મંડલ રહે. ખેરડી, નાગરાજ હોટલ, તાલુકો ચોટીલા સુરેન્દ્રનગર વાળાને ઝડપી લીધેલ છે અને આ ગુનામાં યુવરાજભાઇ કનુભાઇ ધાધલ રહે. નાગરાજ હોટલ, ચોટીલા તથા રવુભાઇ ભોજભાઇ ધાધલ રહે. ચોટીલા ને.હા. શેરે પંજાબ હોટલ વાળા વિરુધ્ધ ચોટીલા પોલીસ સ્ટેશન્મા ગુનો નોંધવામાં આવેલ છે અને આ કેસની તપાસ મોરબી જિલ્લા એલસીબીના પીએસઆઈ એન.બી.ડાભીને સોપવામાં આવી છે અને પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જે જવલંતશીલ પેટ્રોલીયમ પકડવામાં આવેલ છે તે બાયોડિઝલ હોવાનું સામે આવ્યું છે અને તે જથ્થો કયાથી આવ્યો હતો અને કોને વેંચતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરલે છે