હિટ એન્ડ રન: મોરબીના નીચી માંડલ પાસે કાર ચાલકે એક્ટિવાને હડફેટે લીધું, ઇજાગ્રસ્ત સારવારમાં
કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા
SHARE
કેન્દ્ર સરકારનો ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો પોકળ: શકીલએહમદ પીરઝાદા
ભા૨ત સ૨કા૨નુ બજેટ તાજેતરમાં જાહેર કરવામાં આવ્યું છે આ બજેટ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક છે અને લધુતમ ટેકાના ભાવની ગેરંટી અંગે કોઈ સરકારે કોઈ જાહેરાત કરી નથી અને કેન્દ્ર સરકારે ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો દાવો કર્યો હતો જો કે, તે પોકળ સાબિત થયેલ છે તેવું વાંકાનેર યાર્ડના ચેરમેન શકીલએહમદ કે. પીરઝાદા અને વાઈસ ચેરમેન અશ્વીન મેધાણીએ જણાવ્યુ છે
વાંકાનેર માર્કેટ યાર્ડ ચેરમેન અને વાઈસ ચેરમેનએ કહ્યું છે છે કે, ખેતી અને ગ્રામ્ય ભારતના વિકાસની ભારત સરકારના બજેટ વર્ષ ૨૦૨૨–૨૩માં કોઈ મોટી જાહેરાત કરાઈ નથી એક વર્ષ સુધી ચાલેલા ખેડૂત આંદોલન બાદ ૩ કૃષિ કાયદાઓ પરત ખેચવામા આવ્યા પણ ખેડૂતોની લધુતમ ટેકાના ભાવ (એમ.એસ.પી) ની ગેરંટની માંગણી વિશે કોઈ જાહેરાત કરાઈ નથી કોમોડીટી માર્કેટ વિશે પણ બજેટમા કોઈ જાહેરાત થઈ નથી સરકારની ગત વર્ષોની બહુચર્ચીત ઈ-નામ યોજના તેમજ હાલના કાર્યરત માર્કેટ યાર્ડોના વિકાસ માટે પણ કોઈ વિશેસ જાહેરાત કરાઈ નથી
ખાસ કરીને સરકારના વર્ષ ૨૦૨૨ સુધીમા ખેડૂતોની આવક ડબલ કરવાના વાયદા વિશે કોઈ ચર્ચા કરવામા આવી નથી અને આ દાવો પોકળ સાબીત થયો છે ખેડૂતોની આવક ડબલ થવાના બદલે રાસાયણીક ખાતરોના બેફામ ભાવ વધારા અને ખાતરોની અછતના કારણે ખેડૂતની આવકમા ઘટાડો થયો છે ખાતરોનો ભાવ નિયંત્રીત કરવા અંગે કોઈ નકકર જાહેરાત કરવામા આવી નથી . ભારત સરકારનુ બજેટ વર્ષ ૨૦૨૨–૨૩ ખેડૂતો અને ગ્રામ્ય અર્થતંત્ર માટે નિરાશાજનક સાબીત થયેલ છે