મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતાં વીજપોલ ધરાશાયી
SHARE









મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતાં વીજપોલ ધરાશાયી
મોરબી રાજકોટ હાઇવે ઉપર આવેલ વીરપર ગામ પાસેથી પસાર થતી કાર રાત્રિના બારેક વાગ્યાના અરસામાં રોડ સાઈડમાં આવેલ વિજપોલ સાથે ધડાકાભેર અથડાઈ હતી જેથી કરીને કારમાં બેઠેલા વ્યક્તિને સામાન્ય ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે આવ્યો હતો જોકે કાર ધડાકાભેર વિજપોલ સાથે અથડાઈ હતી જેના કારણે વીજ પોલ તૂટી ગયો હતો અને ગામમાં લગભગ ત્રણ કલાક સુધી વીજપુરવઠો ખોરવાઈ ગયો હતો આ બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવતાં પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અત્રે ઉલ્લેખનીય છે કે, વિરપર ગામ પાસે રોડની સાઈડમાં આવેલા વીજપોલને દૂર કરવા માટે અગાઉ પંચાયત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેના આધારે વીજકંપની દ્વારા વીજપોલને રોડ સાઈડથી દુર ખસેડવાની કામગીરી કરવામાં આવી છે દરમિયાન રાત્રિના બારેક વાગ્યાના અરસામાં કોઈ કારણોસર કાર ચાલકે પોતાના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા વિજપોલ સાથે કાર અથડાઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.
