મોરબી રાજકોટ હાઇવે ઉપર વીરપર પાસે કાર ધડાકાભેર વીજપોલ સાથે અથડાતાં વીજપોલ ધરાશાયી
ટંકારા તાલુકાના સરપંચો સાથે પોલીસનો સંવાદ યોજયો
SHARE









ટંકારા તાલુકાના સરપંચો સાથે પોલીસનો સંવાદ યોજયો
ટંકારા તાલુકાના જુદાજુદા ગામના સરપંચો સાથે પોલીસ સ્ટેશન ખાતે અધિકારીનો સંવાદ યોજાયો હતો અને ત્યારે નવનિયુક્ત સરપંચોને ગામમાં ચોરીના બનાવો રોકવા માઈગ્રેટેડ ખેત અને ફેક્ટરીના મજુરની ઓળખ રાખવા સુચના આપી હતી અને આ તાલુકામાં નાઈટ પેટ્રોલીંગ કરતાં રક્ષક દળના જવાનોની માહિતી આપલે હતી.
ટંકારા પોલીસ સ્ટેશનના પીએસઆઈ શક્તિસિંહ એમ. રાણાની અધ્યક્ષતામાં ટંકારા તાલુકાના નવા ચુંટાયેલા સરપંચ અને હોદ્દેદારોની બેઠક રાખવામા આવી હતી જેમા ગેરકાયદેસર પ્રવૃત્તિ સહિત કાયદો અને વ્યવસ્થા ગામમાં જળવાઈ રહે તે માટે ખેતી તેમજ અન્ય મજૂરી કામ માટે આવતા મજૂરોની ઓળખ સહિતની માહિતી રાખવા જણાવ્યુ હતુ અને ચોરીના બનાવો રોકવા આગોતરૂ પગલાં ઉપર ચર્ચા કરી હતી.
