માળીયા(મી)ના સરવડ પાસે કારખાનામાં ઉકળતા પાણીમાં દાઝી જવાથી યુવાનને સારવારમાં ખસેડાયો
મોરબીની વૃંદાવન સોસાયટીમાં યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો
SHARE









મોરબીની વૃંદાવન સોસાયટીમાં યુવાનને નજીવી વાતમાં બે શખ્સોએ માર માર્યો
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં આવેલ વૃંદાવન સોસાયટીના મેઇન રોડ ઉપર આવેલ દુકાને યુવાન ગયો હતો ત્યારે ત્યાં બેઠેલા બે શખ્સોએ “અમે દુકાને બેઠા હતા ત્યારે શા માટે આવ્યો હોત” તેવું કહીને તેને લાકડીના ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાનને સારવાર લીધા બાદ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના ત્રાજપર વિસ્તારની અંદર રહેતા નવઘણભાઈ અવચરભાઈ પાટડીયા જાતે કોળી (ઉંમર ૩૭) ને રવિ અશોકભાઈ વરાણીયા ને લાલાભાઇ ગણેશિયા રહે. બંને ત્રાજપર વાળાએ માર માર્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત નવઘણભાઈ પાટડિયાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને સારવાર લીધા બાદ નવઘણભાઈ પાટડીયાએ હાલમાં રવિ અશોકભાઈ અને લાલાભાઇ ગણેશિયા સામે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે વૃંદાવન સોસાયટી મેઇન રોડ ઉપર તે નીકળયો હતો ત્યારે “અમે દુકાને બેઠા હતા ત્યારે શા માટે આવ્યો” તેવું કહીને યુવાનને લાકડાના ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલ યુવાને ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે
મારા મારીમાં ઇજા
મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ ધર્મસૃષ્ટિ સોસાયટીમાં રહેતા નવનીતભાઈ મગનભાઈ વાડેચા (૨૯) ને ઈજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલા યુવાનને સારવારમાં ખસેડવામાં આવેલ છે આ બનાવી મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
અકસ્માતમાં ઇજા
મોરબીના જુના ઘુટુ રોડ ઉપરથી ડબલ સવારી બાઈક પસાર થતું હતું ત્યારે બાઈકમાં પાછળના ભાગે બેઠેલ વૃદ્ધ બાઇક પરથી નીચે પડી જતા તેને ઈજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લાઇન્સનગરમાં સતનામ એપાર્ટમેન્ટની બાજુમાં રહેતા નિવૃત પોલીસ કર્મચારીએ નરશીભાઈ ભોજાભાઇ કટારીયા (ઉંમર ૬૦) પોતાના જમાઈ પ્રવીણભાઈ પરમારની સાથે બાઇક પર બેસીને જતા ત્યારે અકસ્માતે તેઑ બાઇકમાંથી નીચે પડી જતા તેઓને ઇજાઓ થઇ હતી અને સારવારમાં ખસેડવામાં આવ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામથી ઘુંટુ તરફ જવાના રસ્તા ઉપર આવતા આઇટીઆઇ નજીક રિક્ષા પલટી મારી ગઇ હતી જેથી કરીને ઘુંટુ ગામે રહેતા ગોવિંદભાઇ ધરમશીભાઈ જોગડિયાને ઇજાઓ થઇ હોવાથી તેને મોરબીની આયુષ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની નોંધ કરીને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે
