મધ્યપ્રદેશના અપહરણના ગુનામાં આરોપીને મોરબીના કારખાનામાંથી દબોચ્યો
મોરબીના ચકમપર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બેઠક યોજાઈ
SHARE









મોરબીના ચકમપર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બેઠક યોજાઈ
ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મોરબી જિલ્લા ટીમ દ્વારા ચકમપર ગામે ગઈકાલે સંગઠન બેઠક યોજાઇ હતી. જેમા ચકમપર ગામ સમિતીની રચના કરવામાં આવી હતી જેમાં પ્રમુખ તરીકે સંજયભાઈ ઝીંઝુવાડિયા, ઉપપ્રમુખ તરીકે મુકેશભાઈ હમીરપરા અને મહેશભાઈ દારોદરાની નિમણુંક કરવામાં આવી હતી. તેમજ સંગઠન મજબૂત કરવા યુવાનોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથો સાથ સમાજને શિક્ષણ તરફ કઈ જવા માટેની ચર્ચા કરવામાં આવી હતી આ કાર્યક્રમમા મોરબી જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના યોગેશજી ઠાકોર, મયૂર બાબરિયા પ્રવિણ સારલા મોરબી તાલુકા ઉપપ્રમુખ સતિશજી ઠાકોર, મોરબી શહેર મંત્રી મહેશજી ઠાકોર, ચકમપર ગામ સમિતીના વડીલો કાર્યકર્તાઓ હાજર રહ્યાં હતાં
