મોરબીના ચકમપર ગામે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બેઠક યોજાઈ
રાજયપાલના પ્રવચનનો મુસદ્દો તૈયાર કરવાની સમિતિમાં સભ્ય તરીકે મંત્રી બ્રિજેશભાઇનો સમાવેશ
SHARE









રાજયપાલના પ્રવચનનો મુસદ્દો તૈયાર કરવાની સમિતિમાં સભ્ય તરીકે મંત્રી બ્રિજેશભાઇનો સમાવેશ
મોરબી - માળીયા (મી) ના ધારાસભ્ય અને પંચાયત, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર (સ્વતંત્ર હવાલો), ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી બ્રિજેશ મેરજાની કામ કરવાની અલગ પદ્ધતિ, વહીવટી કાર્યદક્ષતા તેમજ ભાષાકીય પ્રભુત્વને ધ્યાને લઇને આગામી વિધાનસભાના બજેટ સત્ર દરમ્યાન ગૃહને સંબોધન માટે નામદાર રાજયપાલના પ્રવચનનો મુસદ્દો ઘડવાની મહત્વની સમિતિમાં માનનીય નાણાં મંત્રી કનુભાઇ દેસાઇના અધ્યક્ષપણા હેઠળ રચાયેલ સમિતિમાં બ્રિજેશ મેરજાનો પણ સમાવેશ થયો છે.
આ સમિતિમાં સાત સભ્યો હોય છે આ સમિતિમાં મોરબી માળીયા (મી) ના ધારાસભ્યની મંત્રીના હોદાની રૂએ થયેલ વરણીએ મોરબી માળીયા (મી) વિસ્તારનું ગૌરવ વધાર્યુ છે આમ, ઉત્તરોતર જુદા જુદા ક્ષેત્રે મોરબી માળીયા (મી) ના ધારાસભ્ય તરીકે તેઓ ખૂબ જ જીણવટભરી વહીવટી કામગીરી, ઘનિષ્ઠ પ્રવાસ, ફીલ્ડમાં રહીને જાગૃત લોકસંપર્ક અને ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારની પ્રજાલક્ષી કામગીરી પણ લોકો વચ્ચે લઇ જઇને પ્રચાર પ્રસાર કરતા રહયા છે . તેઓશ્રીની આ વરણી બદલ મોરબી - માળીયા (મી) વિસ્તારના શુભેચ્છકો
