વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 


SHARE







માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 

શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો), ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો ઉમેરો કરવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કે, આર્થિક, સામાજિક, શૈક્ષણિક રીતે નબળા અને છેવાડાના વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપકારક નીવડશે. આ ઉપરાંત વવાણીયા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ અંતિમ ચરણોમાં હોવાનું પણ મંત્રીએ જણાવી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ડાંગર, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને જયુભા જાડેજા, અગ્રણી સુભાષભાઇ પડસુંબીયા, ગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, હળવદ માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્ય, જિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરા, માળીયા મામલતદાર ડી.સી. પરમાર, તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયા, આરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News