મોરબીના રામધન આશ્રમના પુલ નજીક અજાણ્યા વાહન  ચાલકે બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો વાંકાનેરમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક સંપન્ન હળવદ તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપી કોર્ટમાંથી જામીન મુક્ત મોરબીમાં ભાગીદારીમાં કારખાનું શરૂ કરનાર રાજકોટના યુવાન સાથે બે ભાગીદાર સહિત કુલ પાંચ વ્યક્તિએ કરી 81.40 લાખની ઠગાઇ હળવદના જુના ઇસનપુર ગામે ચૂંટણીનો ખાર રાખીને વૃદ્ધ સહિત ચાર વ્યક્તિઓને 19 થી વધુ લોકોએ માર માર્યો વાંકાનેરના ઢુવા માટેલ રોડે કોલસો ભરેલ ટ્રક ટ્રેલર પલટી જતાં કેબિનમાં દબાઈ જવાથી યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે રહેતા યુવાનને અમદાવાદના શખ્સે ફોન-મેસેજ કરીને આપી ગુલાબી ગેંગના હાથે મરાવી નાખવાની ધમકી મોરબીના લાતી પ્લોટમાં જાહેરમાં જુગાર રમતા બે શખ્સ પકડાયા: એક દારૂની બોટલ પણ મળી
Breaking news
Morbi Today

માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 


SHARE

















માળીયા(મી)ના વવાણીયા ગામે પીએચસીમાં મંત્રી બ્રિજેશ મેરજાએ એમ્બ્યુલન્સનું કર્યું લોકાર્પણ 

શ્રમકૌશલ્ય વિકાસ અને રોજગારપંચાયત (સ્વતંત્ર હવાલો)ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રી બ્રિજેશભાઇ મેરજાની ધારાસભ્ય ગ્રાન્ટમાંથી માળીયા તાલુકાના વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ તકે પ્રસંગે મોરબી-માળીયા ધારાસભ્ય અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાની વિશેષ ઉપસ્થિતિમાં અંદાજે ૧૫.૫૮ લાખ રૂપિયાના ખર્ચે વવાણીયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સુવિધાનો ઉમેરો કરવા માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને મંત્રી બ્રિજેશભાઇ મેરજાએ જણાવ્યું હતું કેઆર્થિકસામાજિકશૈક્ષણિક રીતે નબળા અને છેવાડાના વ્યક્તિને આરોગ્યલક્ષી સુવિધાઓ માટે આ એમ્બ્યુલન્સ ખૂબ જ ઉપકારક નીવડશે. આ ઉપરાંત વવાણીયા ગામમાં એક કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ નવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મકાનનું કામ અંતિમ ચરણોમાં હોવાનું પણ મંત્રીએ જણાવી ટૂંક સમયમાં તેનું લોકાર્પણ કરવામાં આવશે તેની ખાતરી આપી હતી. ત્યારે માળીયા તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઇ ડાંગરમોરબી જિલ્લા ભાજપ મહામંત્રી બાબુભાઇ હુંબલ અને જયુભા જાડેજાઅગ્રણી સુભાષભાઇ પડસુંબીયાગામના સરપંચ તેમજ પૂર્વ સરપંચજિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવહળવદ માળીયા પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યજિલ્લા આરોગ્ય અધિકારી જે.એમ. કતીરામાળીયા મામલતદાર ડી.સી. પરમારતાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોંઢીયાઆરોગ્ય વિભાગના કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનું સંચાલન દિનેશભાઇ વડસોલા દ્વારા કરવામાં આવ્યું હતું.




Latest News