મોરબી લાયન્સ કલબ અને સેવી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા ટીચર ટ્રેનીંગ સેમિનાર યોજાયો
મોરબી જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૩૬ દર્દીઓએ લાભ લીધો
SHARE









મોરબી જલારામ મંદિરે વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૩૩૬ દર્દીઓએ લાભ લીધો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે જલારામ પ્રાર્થના મંદિર ખાતે યોજાયો હતો જેનો ૩૩૬ દર્દીઓએ લાભ લીધો હતો રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલના ડો.બળવંતભાઈ, ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન રાજકોટ ખાતે કરવામા આવશે. આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, નિર્મિતભાઈ કક્કડ, હરીશભાઈ રાજા, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, હસુભાઈ પંડિત, અમિત પોપટ, જયંતભાઈ રાઘુરા, સંજય હીરાણી, હીતેશ જાની, કીશોરભાઈ ઘેલાણી, ફીરોઝ ભાઈ તથા જલારામ સેવા મંડળ, જલારામ મંદિર મહીલા મંડળ, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના આગેવાનોએ જહેમત ઉઠાવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગત પાંચ માસમાં ૧૭૯૯ લોકોએ લાભ લીધો હતો તેમજ ૮૩૬ લોકોના વિનામુલ્યે નેત્રમણીના સફળ ઓપરેશન કરવામાં આવેલ છે
