વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા


SHARE







મોરબીના સામાકાંઠે ટ્રાફિક સમસ્યા હળવી કરવા વધુ બે બેઠા પુલ બનાવવા જરૂરી : લાલજી મહેતા

મોરબીની ટ્રાફિક સમસ્યા હલ કરવા સરકારે નકકર કામ કરવુ પડશે.ટ્રાફિકના નામે પ્રજા અને પોલીસને દોશ દેવો એ યોગ્ય નથી.નવા રસ્તા-બેઠા પુલ બનાવી ટ્રાફિક સમસ્યા હલ કરવી જોઇએ.મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુમાં બીજો બેઠો પુલ બનાવીને જે સામે નાલામા થઈ શકે એમ છે તો આવન જાવન સરળ બની શકે આ અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરેલ છે.

વધુમાં લાલજીભાઇ મહેતાના જણાવ્યા મુજબ મોરબીમા ટ્રાફિક વ્યવસ્થાનો મોટો પ્રશ્ન છે.અવારનવાર ટ્રાફિક બાબતે પોલીસ અને પ્રજા સામે તીર તાકવામાં આવે છે.ટ્રાફિક વ્યવસ્થા સારી રહે તે માટે સરકારએ પ્રજાલક્ષી કામ કરવા જોઇએ.મોરબી-૨ સામાકાંઠા વિસ્તારમા સવારે ૮ થી ૧૦ અને સાંજે ૭ થી ૯ વાગ્યા સુધી ભયંકર ટ્રાફિક સમસ્યા થાય છે. મોરબી-૨ વિસ્તારમા એક બેઠો પુલ છે તેની બાજુના નાલા ઉપર જો બીજો બેઠો પુલ બનવામાં આવે તો ટ્રાફિક સમસ્યા હળવી થાય અને ત્યાં અવરજવર સરળ બનશે.પોલીસ કેટલુંક કરે ?! આ બેઠા પુલ માટે સરકારે નગરપાલિકાને સ્પેશ્યલ ગ્રાન્ટ ફાળવે તેવી જ રીતે હકુની પાજ પાસેથી બેઠો પુલ બનાવી સ્મશાન પાસેથી કાઢવામા આવે તો પણ ટ્રાફિક સમસ્યા હલ થઇ શકે તેમ છે.નગરપાલિકા અને સરકાર આ બન્ને જગ્યાઓએ બેઠા પુલ બનાવે તે અંગે મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી છે.




Latest News