વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય


SHARE







મોરબીના સ્વામિનારાયણ નારાયણ ગુરૂકુળ ખાતે વસંતપંચમી અને શિક્ષાપત્રી જયંતી ઉજવાય

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ  રાજકોટ સંસ્થાનની શાખા એવા મોરબી સ્વામીનારાયણ ગુરૂકુલમાં વસંતપંચમી તેમજ શિક્ષાપત્રી જયંતી નિમિત્તે ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પૂજ્ય નીલકંઠદાસજી સ્વામી, પૂજ્ય નિર્ગુણજીવનદાસજી સ્વામી, પૂજ્ય નારાયણદાસજી સ્વામી અને પૂજ્ય ગુણસાગરદાસજી સ્વામીએ મંત્રોચ્ચાર કરી પૂજન વિધિ કરાવી હતી.જેમાં આશરે ૨૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ ઓફલાઈન ભાગ લીધો હતો.તેમજ આશરે ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓ અને વાલીઓએ ઓનલાઇન ભાગ લઇને પૂજા-અર્ચના કરી હતી. શિક્ષાપત્રી તેમજ વસંત પંચમીનું મહત્વ વિશે વાલી ભાડજા પ્રિયાબેન વિજયભાઈ અને શિક્ષિકા અંદરપા નિશાબેન દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું આમ સર્વેએ હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરી પોતાની ફરજ નિભાવી હતી.તેમજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટની પ્રથમ શરૂઆત સન ૧૯૪૮ માં પૂજ્ય ગુરુવર્ય શ્રી ધર્મજીવનદાસજી સ્વામી દ્વારા થયેલી હોય સ્વામીશ્રી નિર્ગુણજીવનદાસજી સ્વામીએ ગુરુકુલના તમામ વિદ્યાર્થીઓ વાલીઓ અને શિક્ષકોને સંબોધ્યા હતા.




Latest News