હળવદના સુસવાવ ગામે દિવાલ માથે પડતા દંપતી સારવારમાં વાહન ચાલકોને રાહત: કચ્છથી જામનગર જવાના રસ્તા ઉપર આમરણ પાસે તૂટી ગયેલ ડાયવર્ઝનનો રસ્તો 40 કલાકે ચાલુ થયો ભારે વરસાદ અને મચ્છુ નદીમાં ધસમસતા પૂરથી માળિયા(મિં.) ના ખેડૂતો પાયમાલ: કપાસ-મગફળીનો ઉભો પાક જળમગ્ન મોરબીમાં જુદા-જુદા ત્રણ બનાવોમાં ત્રણના મોત ખેડૂત આંદોલનની અસર: મોરબી જિલ્લાના રંગપર, જસમતગઢ, શાપર, રોહીશાળા અને ખીરાઈ ગામે ભાજપના નેતાઓની પ્રવેશબંધી ! ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિરનું આયોજન મોરબીના મચ્છુ-2 ડેમ આખો ખાલી હોય તો પણ ભરાઈ જાય તેટલું પાણી નદીમાં વહી ગયું !: હજુ પણ 2 દરવાજા 3 ફૂટ ખુલ્લા હળવદમાં દુકાનમાંથી 230 કિલો સોપારી અને 50 તમાકુના ડબ્બાની ચોરી
Breaking news
Morbi Today

મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ


SHARE







મોરબી : લોહાણા સમાજના આગેવાનોએ લીધી વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યની મુલાકાત, આમંત્રણ પાઠવ્યુ

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નિમાબેન આચાર્યને શ્રી રામધામ ખાતે યોજાનાર શ્રી રામ મહાયજ્ઞમાં પધારવા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા તથા વૃતિક બારા સહીતના અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.અખિલ કચ્છ લોહાણા સમાજ તથા ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને પણ અગ્રણીઓએ રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.

સમસ્ત રઘુવંશી સમાજની એકતાના પ્રતિબિંબ સમા પવિત્ર શ્રી રામધામનુ વાંકાનેર-ચોટીલા બાઉન્ડ્રી પાસે જાલીડા મુકામે વિશાળ સંકુલનુ નિર્માણ કાર્ય શ્રી રામધામના સ્વપ્નદ્રષ્ટા જીતુભાઈ સોમાણી સહીતના લોહાણા સમાજના અગ્રણીઓના માર્ગદર્શન હેઠળ થઈ રહ્યુ છે.ત્યારે આગામી તા.૧૦-૧૧-૧૨ ફેબ્રુઆરી દરમિયાન પ.પૂ.હરિચરણદાસજી મહારાજના આશિર્વાદથી તેમના સાનિધ્યમા શ્રી રામ મહાયજ્ઞનુ અનેરૂ આયોજન કરવામા આવેલ છે.જે અંતર્ગત મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, યોગેશભાઈ કારીયા, ભાવેશભાઈ જોબનપુત્રા, વૃતિકભાઈ બારા સહીતના અગ્રણીઓએ કચ્છ જીલ્લાની મુલાકાત લઈ અખિલ કચ્છ લોહાણા સમાજ, ભુજ લોહાણા મહાજન સહીતની સંસ્થાઓને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.તે ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો.નિમાબેન આચાર્યને રૂબરૂ આમંત્રણ પાઠવ્યુ હતુ.શ્રી રામધામના નિર્માણ કાર્યને ચોમેરથી સાથ સહકાર પ્રાપ્ત થઈ રહ્યો છે ત્યારે વિશાળ ફલક પર નિર્માણાધિન આ સંકુલમા સંતો-મંહતોની ઉપસ્થિતીમા યોજનાર ઐતિહાસિક  શ્રી રામ મહાયજ્ઞ સમગ્ર લોહાણા સમાજ માટે ગૌરવવંતી બાબત બની રહેશે.તેમ યુવા લોહાણા અગ્રણી નિર્મિત કક્કડે યાદીમાં જણાવેલ છે.






Latest News