મોરબીના સોઓરડી વિસ્તારમાં યુવાને કોઈ કારણોસર ઘરમાં જ ન કરવાનું કરી નાખ્યું મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ
Breaking news
Morbi Today

મોરબી એસટી ડેપોમાં વિભાગીય નિયામકની વિઝિટ પછી પણ મેનેજર-સ્ટાફની બેદરકારી યથાવત


SHARE













મોરબી એસટી ડેપોમાં વિભાગીય નિયામકની વિઝિટ પછી પણ મેનેજર-સ્ટાફની બેદરકારી યથાવત

મોરબીના એસટી ડેપો ખાતે થોડા દિવસો પહેલા રાજકોટ વિભાગીય નિયામકની ટીમો આવી હતી અને વિઝિટ કરીને મોરબીના ડેપોમાં ડેપો મેનેજર અને સુપર વાઇઝરને સમયસર હાજર રહેવા માટેની અને એસટીના તમામ રૂટને સમયસર દોડાવવા માટેની અધિકારીને સૂચના આપવામાં આવી હતી જો કે, અધિકારીની સૂચનાની પણ અવગણના કરવામાં આવતી હોય તેવો ઘાટ મોરબી એસટી ડેપોમાં જોવા મળી રહ્યો છે અને એસટી બસ ચલાવવા માટેના સ્ટાફની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી બસો ત્રણ થી ચાર કલાક મોડી દોડી હતી

મોરબી શહેરના સનાળા રોડ ઉપર આવેલ નવા બસ સ્ટેન્ડ આવેલ છે ત્યાં રામ રાજયમાં પ્રજા સુખી જેવો વહીવટ કરવામાં આવી રહ્યો હોવાની અગાઉ ઉચ્ચ કક્ષાએ ફરિયાદો કરવામાં આવી હતી અને તેવામાં રાજકોટ વિભાગીય નિયામકની ટીમોએ થોડા દિવસો પહેલા ધામા નાખ્યા હતા અને જુદીજુદી કામગીરીનું ઇન્સ્પેક્શન કરીને રાજકોટના વિભાગીય નિયામક જે.વી.કલોતરાએ જુદા જુદા રૂટની બસો નિયમિત રીતે અને સમયસર ચલાવવા માટે સૂચના આપી હતી અને મોરબીના એસટી ડેપો મેનેજર તેમજ સુપરવાઇઝર પોતાની ફરજ પર સમયસર હાજર રહે તે માટે કડક ભાષામાં સૂચના આપી હતી જો કે, અધિકારીની સૂચનાને જાણે કે, અધિકારી અને કર્મચારી ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે

સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ મોરબી ડેપોમાં ડેપો મેનેજર તેમજ ટી.આઇ, એ.ટી.આઇ. કે કોઈ સુપરવાઈઝરની હાજરી અને બધા રૂટ રેગ્યુલર ચલાવવા માટે કહેવામા આવ્યો હોવા છતાં પણ તા ૫/૨ ના રોજ મોરબી ડેપોની મોરબીથી કવાંટ રૂટની બાદ જેનો સમય ૭:૩૦ કલાકનો છે તે ૧૦:૩૦ કલાકે ઉપાડી હતી જેમાં અધિકારીથી કંડકટરની વ્યવસ્થા ન થઈ હોવાથી તે બસ મોડી ઉપાડી હતી આવી જ રીતે મોરબીથી અંબાજી ઉપડતી બસનો સમય ૮ કલાકનો છે તે બસ ૧૨:૧૫ કલાકે એટલે કે ૪ કલાક મોડી ઉપડેલ હતી અને આ બસમાં પણ કંડકટરની વ્યવસ્થા ના થઈ હોવાથી તે મોડી ઉપાડી હતી આમ કંડકટર મળ્યા બાદ બસડેપોમાંથી નીકળે તેવી સ્થિતિ મોરબી ડેપોમાં છે ત્યારે અગાઉથી આ બસોમાં રિઝર્વેશન કરાવનારા મુસાફરોને શું  સમજવાનું તે સૌથી મોટો પ્રશ્ન છે

આટલું જ નહિ તા. ૫/૨ ના રોજ મોરબી ડેપોનાં ૧૨ જેટલા નાઈટ આઉટ રૂટ આડેધડ બંધ કરી દેવામાં આવ્યા હતા જેથી ગામડાનાં ઘણા મુસાફરો હેરાન થયા હતા અને તેઓને પ્રાઇવેટ વાહનોનો સહારો ઘરે જવા માટે લેવો પડ્યો હતો વધુમાં મળતી માહિતી મૂજબ મોરબી ડેપોમાં ડ્યુટી લીસ્ટમાં આશરે ૯૧ જેટલા ડ્રાઈવરમાંથી ૧૪ જેટલા ડ્રાઈવર ના ઓફ હતા તો ૨૪ જેટલા ડ્રાઈવર રજામાં હતા અને માત્ર ૩૭ જેટલા ડ્રાઈવર તેમજ કંડકટરમાં પણ આ જ રીતે રજા ઉપર હોવાથી લગ્નગાળાની સીઝનમાં ઘણા મુસાફરો એસટીના અધિકારી અને કર્મચારીઓની બેદરકારીના લીધે હેરાન થયા હતા




Latest News