મોરબી એસટી ડેપોમાં વિભાગીય નિયામકની વિઝિટ પછી પણ મેનેજર-સ્ટાફની બેદરકારી યથાવત
મોરબીના રફાળેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થતા ઘવાયેલ યુવાન સારવારમાં
SHARE









મોરબીના રફાળેશ્વર રોડ ઉપર બાઈક સ્લીપ થતા ઘવાયેલ યુવાન સારવારમાં
મોરબીના લીલાપર રોડ સાત હનુમાન સોસાયટીમાં રહેતો રાહુલ ભુપતભાઈ ધંધાણીયા નામનો ૨૦ વર્ષીય યુવાન તેનું બાઇક લઇને તા.૫ ના સવારે સાડા અગિયારેક વાગ્યાના અરસામાં રફાળેશ્વર રોડ ઉપર આવેલ ફ્લોરા રિવરસાઇડ રિસોર્ટ નજીકથી જતો હતો તે દરમિયાન ત્યાં રાહુલનું બાઇક સ્લીપ થઇ જતાં તેને ઇજાઓ થવાથી પ્રથમ અહીંની સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયો હતો જ્યાં પ્રાથમિક સારવાર આપીને તેને વધુ સારવાર માટે અહીંની જ આયુષ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અજીતસિંહ પરમારે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.
મહિલા-બાળકનું મોત
મોરબીના સામાકાંઠે સર્કીટ હાઉસની સામેના ભાગે આવેલા ભારતનગર વિસ્તારમાં રહેતા અનસોયાબેન બાલગીરીભાઈ ગોસાઇ નામની ૩૨ વર્ષીય મહિલાનું કોઈ બીમારી સબબ તા.૬ ના વહેલી સવારે સાતેક વાગ્યાના અરસામાં મોત નીપજયું હતું.બનાવને પગલે મૃતદેહને સિવિલ હોસ્પિટલે પીએમ માટે ખસેડયો હતો.હાલમાં પોલીસે બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.જ્યારે વાંકાનેર તાલુકાના દલડી ગામે રૂદ્ર મનોજભાઈ ચંદુભાઇ ઝાલા રહે.રાજકોટ કોઠારીયા સોલવન સાથે રાધિકા સોસાયટી વાળાનું કુદરતી કારણોસર મોત નીપજયું હતું.વાંકાનેર તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મૃતક રૂદ્ર મનોજભાઈ ઝાલાને જન્મથી જ હૃદયની નળી સાંકડી હોવાના લીધે લોહીની ટકાવારી ઘટી જતાં ઇન્ફેક્શન લાગી જવાથી રૂદ્ર ઝાલા નામના બાળકનું મોત નિપજયું હતું જે અંગે પોલીસ મથકના જે.જી.ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.
દારૂ સાથે પકડાયો
મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફ શહેરના વાવડી રોડ કબીર આશ્રમ પાસે રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં ત્યાંથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા ભરતસિંહ ગંભીરસિંહ જાડેજા દરબાર (૨૯) રહે.વાવડી રોડ મારૂતિનગર સોસાયટી વાળાને અટકાવીને તેને ઝડતી લેતાં તેના કબ્જામાંથી બે બોટલ વિદેશી દારૂ મળી આવતા રૂપિયા ૬૦૦ ની કિંમતના દારૂ સાથે ભરતસિંહ જાડેજાની ધરપકડ કરીને તેની સામે પ્રોહીબીશન એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના રવાપર રોડ ઉપર બાપાસીતારામ ચોકમાં કાર અને બાઈક વચ્ચે અથડામણ થઇ હતી જે બનાવમાં ઇજાઓ થવાથી કેવલ રમેશભાઈ વડાલીયા નામના ૧૮ વર્ષીય યુવાનને સારવાર માટે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના માળીયા હાઈવે ઉપર ટીંબડી ગામે રોયલ સ્ટોન નામના કારખાનાની અંદર મારામારીનો બનાવ બન્યો હતો જેમાં પ્રકાશ મંગળસીભાઇ કટારા નામના ૩૫ વર્ષીય યુવાનને ઇજાઓ થતાં તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવવામાં આવતા તાલુકા પોલીસ મથકના મનીષભાઈ બારૈયાએ બનાવ અંગે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.
