મોરબી સહિત પાંચ જિલ્લામાંથી હદપાર કરાયેલ અબુ કટીયા વીસીપરા પાસેથી ઝડપાયો
મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
SHARE









મોરબીના ગ્રીન ચોક પાસે વૃદ્ધે ઘરમાં ગળાફાંસો ખાઇને કર્યો આપઘાત
મોરબી શહેરના ગ્રીન ચોક પાસે આવેલ સ્વાગત જવેલર્સની સામેના ભાગમાં રહેતા વૃદ્ધે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી શહેરના ગ્રીન ચોક પાસે સ્વાગત જ્વેલર્સની સામેના ભાગમાં રહેતા પરાગભાઈ લાભશંકરભાઇ મોદી (ઉંમર ૫૫)એ પોતાના ઘરની અંદર ગઈકાલે પોણા ચાર વાગ્યાના અરસામાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યો હતો અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે વૃદ્ધને માનસિક બીમારી હતી અને માનસિક બીમારી સબબ તેને ગળાફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજયું છે તેવું મૃતકના પરિવારજનો પાસેથી જાણવા મળી રહ્યું છે.
